નોવાવેક્સની કોરોના વેક્સિન ૯૦ ટકા અસરકારક છે

વોશિંગટન: વેક્સિન નિર્માતા એ સોમવારે કહ્યું કે, તેની વેક્સિન કોવિડ-૧૯ વિરૂદ્ધ વધુ અસરકારક છે અને તે વાયરસના બધા સ્વરૂપો વિરૂદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. આ વાત અમેરિકા અને મેક્સિકોમાં કરવામાં આવેલા મોટા અને અંતિમ તબક્કાની ટ્રાયલમાં સામે આવી છે. કંપનીએ કહ્યું કે, વેક્સિન કુલ મળીને આશરે ૯૦ ટકા અસરકારક છે અને શરૂઆતી આંકડા જણાવે છે કે તે સુરક્ષિત છે.
અમેરિકામાં કોવિડ-૧૯ વિરોધી રસીની માંગમાં ઘટાડો થયો છે, પરંતુ વિશ્વભરમાં હજુ વધુ રસીની માંગ યથાવત છે. રસીને રાખવી અને લઈ જવી સરળ છે. જેથી આશા કરવામાં આવી રહી છે કે તે વિકાસશીલ દેશોમાં રસીની આપૂર્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કંપનીએ કહ્યું કે, તેમની યોજના સપ્ટેમ્બરના અંત સુધી અમેરિકા, યૂરોપ અને અન્ય જગ્યાઓ પર રસીના ઉપયોગની મંજૂરી લેવાની છે અને ત્યાં સુધી તે દર મહિને ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે.
મુખ્ય કાર્યપાલક સ્ટેનલી એર્કે કહ્યુ અમારા શરૂઆતી ઘણા ડોઝ નિમ્ન અને મધ્ય આવકવાળા દેશોમાં જશે. ‘ઓવર વર્લ્ડ ઇન ડેટા પ્રમાણે અમેરિકાની અડધીથી વધુ વસ્તીને કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે જ્યારે વિકાસશીલ દેશોમાં એક ટકાથી ઓછા લોકોએ એક ડોઝ લીધો છે.
અભ્યાસમાં અમેરિકા અને મેક્સિકોના ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ૩૦ હજાર લોકો સામેલ હતા. તેમાંથી અડધા કરતા વધુ લોકોના બે સપ્તાહના અંતર પર રસીના બે ડોઝ આપવામાં આવ્યા, જ્યારે બાકીને બિનઅસરકારક (ડમી) રસી આપવામાં આવી. કોવિડ-૧૯ના ૭૭ મામલા આવ્યા, જેમાંથી ૧૪ તે સમૂહમાંથી હતા