નો માસ્ક-નો એન્ટ્રીઃ વેપારીઓનો નવો અભિગમ
(પ્રતિનિધિ ) અમદાવાદ: ‘દો ગજની દૂરી- માસ્ક જરૂરી’ વડાપ્રધાને દેશને આપેલા આ સૂત્રને દેશભરમાં નાગરીકો માની રહ્યા છે. અને તેનો ચુસ્તપણે અમલ પણ કરી રહ્યા છે. રાજય સરકારો પણ કેન્દ્રની ગાઈડલાઈનનો અમલ થાય તે માટે દૃડનાત્મક કાર્યવાહી કરી રહી છે. જાે કે કોરોનાની ગંભીરતા સમજીને નાગરીકો માસ્ક પહેરી રહ્યા છે. જાે કે હોલસેલ તથા છૂટક શાકમાર્કેટો તથા કેટલાંક બજારોમાં સરકારી ગાઈડલાઈનનો અમલ થતો નથી. લોકો માસ્ક રાખે છે પરંતુ ગળામાં લટકાયેલુ રાખે છે. મોં પર ઢાંકતા નથી. પરંતુ અમુક દુકાનો- શો રૂમ- ખાણીપીણીના સ્થળોએ બહાર જ બોર્ડ લગાવી દેવામા આવેલા જાેવા મળે છે. ‘નો માસ્ક-નો એન્ટ્રી’માસ્ક નહીં પહેર્યુ હોય તો મહેરબાની કરીને દુકાનમાં પ્રવેશ કરશો નહીં.
આમ, કોરોનાને લઈને સતત જાગૃત રહેતા લોકો પોતે તો ધ્યાન રાખે છે પરંતુ અન્ય નાગરીકો જે માસ્ક નથી પહેરતા તેમને પણ સબક શિખવાડી રહ્યા છે. માસ્ક નહીં પહેરીને તેઓ પોતાને તો નુકશાન પહોંચાડે જ છે પરંતેુ તેમની ફેમિલી અને અન્ય નાગરીકોને પણ નુકશાન પહોંચાડી શકે છે. અનલોક જાહેર થયા બાદ નોર્મલ લાઈફની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નાગરીકોએ વધારે જાગૃત થવાની જરૂર છે. હવે તો નાના-નાના ખાણીપીણીના ભોેજનાલયો, દુકાનો, હોટલ્સ, રેસ્ટોરન્ટોમાં ‘માસ્ક વિના પ્રવેશ આપવામાં આવતો નથી.’