નૌસેનાના INS વિરાટને તોડવાનું કામ શરૂ થયું
ભાવનગર, ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપનાર ભારતીય સેનાના માન સમાન યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટના છેલ્લી વિદાય લઇ લીધી છે.
ગુજરાતના અલંગ ખાતે હવે તેને તોડવાનું પણ કામ શરૂ થઇ ગયું છે. જો કે તમને જણાવી દઇએ કે દુનિયામાં યુદ્ધ જહાજ તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર યુદ્ધ જહાજ તરીકે ગિનિશ બુક ઓફ રેકોર્ડ INS વિરાટનું નોંધવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કહ્યું કે તેને સંગ્રહાલયમાં બદલવાનો અમારો ઉદ્દેશ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને જહાજનું અધ્યન કરવાનું કહ્યું હતું. અમારા મંત્રાલય અને નૈસેનાની સાથે આ મામલે અમારી લાંબી ચર્ચા થઇ અને અને એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું કે શું આને સંગ્રહાલયમાં બદલી શકાય છે? કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ થેક્યૂ વિરાટ નામના કાર્યક્રમ માટે શિપયાર્ડમાં હાજર રહ્યા હતા.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે નૌસૈનિકો યુદ્ધ જહારને સંગ્રહાલયમાં બદલવા માટે 500 કરોડ રૂપિયા ખર્ચ કરવા પણ તૈયાર હતી. પણ જહાજનો જૂનો ઢાંચો 15 વર્ષથી વધુ નહીં રહી શકતો. જુલાઇ 2019માં કેન્દ્રએ આઇએનએસ વિરાટને તોડવાનો નિર્ણય કર્યો અને આ અંગે સંસદના પણ જાણકારી આપી. જે પછી હવે અલંગ ખાતે તેને તોડવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ચોક્કસથી આ યુદ્ધ જહાજે લાંબા સમય સુધી ભારતીય નૌસેનામાં પોતાની અવિરત સેવા આપી છે.