નૌસૈનાના ઉપ પ્રમુખનો કાર્યભાર એસ એન ધોરમડે સંભાળ્યો
નવીદિલ્હી: વાઇસ એડમિરલ એસ એન ધોરમડેએ આજે વાઇસ એડમિરલ જી અશોકકુમારની જગ્યાએ ભારતીય નૌસૈનાના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળ્યો છે. અશોક કુમાર આજે સેવાનિવૃત થયા છે અધિકારીઓએ આ માહિતી આપી હતી.
નૌસેનાના અધિકારીઓએ કહ્યું કે ધોરમડે ૮ માર્ચથી એકીકૃત રક્ષા સ્ટાફ (સંચાલન અને પ્રશિક્ષણ)ના ઉપપ્રમુખનો પદભાર સંભાળી રહ્યાં હતાં આ પહેલા વાઇસ એડમિરલ એસ એન ધોરમડે રક્ષા મંત્રાલયના એકીકૃત મુખ્ય મથક(નૌસેના)માં કાર્મિક લેવા નિયંત્રકના રૂપમાં કામ કરી ચુકયા છે.
ધોરમડેએ પૂર્વ નૌસેના કમનના ચીફ ઓફ સ્ટાફની સાથે સાથે નૌસેના (સંચાલન) મહાનિદેશકના રૂપમાં પણ કામ કર્યું છે. રાષ્ટ્રીય રક્ષા અકાદમીમાંથી સ્નાતકનો અભ્યાસ કરનાર વાઇસ એડમિરલ એસ એન ધોરમડે ૧ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ભારતીય નૌસેનામાં સામેલ થયા હતાં.