ન્યાયિક તપાસની માગ સ્વિકારાતા સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ સંસ્કાર

પુત્રની અંતિમ વિદાયમાં માતા-પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા, મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ ૫ ડૉકટરની ટીમે કર્યું
ચંદીગઢ, પંજાબના યુવા કલાકાર અને કોંગ્રેસના નેતા સિદ્ધૂ મૂસેવાલાની જગજાહેર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક જ દિવસ અગાઉ સિક્યોરિટી દૂર કર્યા બાદ બીજા જ દિવસે થયેલ હત્યાએ પંજાબ સરકારની નીતિ પર અનેક સવાલો ઉભા કર્યા છે. જાેકે મામલો થાળે પાડવા માટે સરકાર દ્વારા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસની ન્યાયિક તપાસની માંગને સ્વીકારવામાં આવી છે.
આ અગાઉ મૂસેવાલાના પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી કેસની ન્યાયિક તપાસનો આદેશ નહી થાય ત્યાં સુધી તેઓ મૂસેવાલાના પાર્થિક દેહનો અંતિમ સંસ્કાર નહીં કરે. સરકારે ન્યાયિક તપાસની માંગણીનો સ્વીકાર કર્યો હોવાથી આજે અંતે મૂસેવાલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પુત્રની અંતિમ વિદાયમાં માતા-પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતા.
પંજાબી ગાયક અને કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસે વાલાના અંતિમ સંસ્કાર આજે ૧૨ વાગ્યે તેમના પિતૃક ગામે કરવામાં આવ્યા હતા. આ અગાઉ મૂસેવાલાના પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર ન્યાયિક તપાસનો આદેશ નહી કરે ત્યાં સુધી તેઓ ગાયકનાં મૃતદેહનો અંતિમ સંસ્કાર નહી કરે. ત્યારબાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે.
સિદ્ધૂ મૂસેવાલાના શબનું પોસ્ટમોર્ટમ ગઈ કાલે થઈ ચૂક્યું છે. મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ ૫ ડૉકટરની ટીમે કર્યું હતું.ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી શંકાશીલ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે પકડાયેલા લોકો લોરેન્સ બિસ્નોઈ ગેંગના સભ્યો છે.
તેમની ધરપકડ દહેરાદૂનની નવા ગામ ચોકી ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પંજાબ પોલીસે સોમવારે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં મહત્વનો પુરાવો હાથ લાગ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસે કહ્યું કે કેટલાક લોકોની પૂછપરછ બાદ તેમને ઘણા અગત્યના પુરાવાઓ મળ્યા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક સીસીટીવી ફૂટેજ સામે આવી છે જેમાં જાેઈ શકાય છે કે ગાયકની હત્યા પહેલા તેમના વાહનનો પીછો કરવામાં આવી રહ્યો હતો. પોલીસે કહ્યું કે અમને એક વ્યકતિ ઉપર હત્યામાં સામેલગીરી હોવાની શંકા છે. તે હેમકુંડ સાહેબની યાત્રાના તીર્થયાત્રીઓ વચ્ચે છુપાયેલો હતો. પંજાબ અને ઉત્તરાખંડ પોલિસની સંયુક્ત ટીમે તેમને કસ્ટડીમાં લીધા છે.
પોલીસે જણાવ્યું કે, મૂસેવાલાને એક અસોલ્ટ રાઈફલથી ૩૦ ગોળીઓ મારવામાં આવી હતી. મૂસેવાલનાએ આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસની ટિકિટ ઉપર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી જાેકે તેમાં તેમની હાર થઈ હતી. આ સમગ્ર પ્રકરણ પર પંજાબના પોલીસ વડા વીકે ભાવરાએ કહ્યું છે કે, અત્યારે આ ઘટના પરસ્પર દુશ્મનાવટનું પરિણામ લાગે છે.
આગળ તેમણે જણાવ્યું કે, ‘આ ઘટના ગેંગવોરનો મામલો હોવાનું જણાય છે’.ગયા વર્ષે મૂસે વાલાની મેનેજર શગુનપ્રીતનું નામ એક યુવાન અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યામાં સામેલ હતું. ત્યારબાદ શગુનપ્રીત ઑસ્ટ્રેલિયા ભાગી ગઈ હતી.પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના એક દિવસ બાદ જ પંજાબના માનસા જિલ્લામાં રવિવારે ફેમસ ગાયક અને કોંગ્રેસ નેતા મૂસે વાળાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ કારણોસર હત્યા બાદ આપ સરકાર સવાલોના વમળોમાં અટવાઈ છે.SS3KP