Western Times News

Gujarati News

ન્યાસા દેવગન થાઇ-હાઇ સ્લિટ આઉટફિટમાં છવાઇ ગઇ

મુંબઇ, બોલિવૂડના પાવર કપલ અજય દેવગણ અને કાજાેલની પુત્રી ન્યાસા દેવગન ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્‌સમાંથી એક છે. ભલે તે લાઇમલાઇટથી દૂર રહે છે તેમ છતા પણ તે ઘણીવાર ચર્ચામાં રહે છે. બી-ટાઉનમાં પ્રવેશતા પહેલાથી જ ન્યાસા દેવગન હેડલાઈન્સમાં રહે છે.

પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ફેન્સમાં અવારનવાર ખલબલી મચાવનાર ન્યાસા દેવગન ફરી એકવાર પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. ન્યાસા દેવગન તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે મોડલ બની હતી. મનીષ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર ન્યાસાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના ડિઝાઈન કરેલા આઉટફિટમાં પોઝ આપતી જાેવા મળી રહી છે.

ન્યાસા મનીષના તાજેતરના ફેશન વીક ૨૦૨૨નો ભાગ બની હતી, જ્યાં ડિઝાઇનરે તેનું કલેક્શન ડિફ્યુઝનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, ન્યાસાએ મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ મલ્ટી-કલર ક્રોપ ટોપ અને થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી.

આ સાથે તેણે પોતાનું એક મલ્ટીકલર બ્લેઝર પહેર્યું હતું. તેણે તેના વાળ ખુલ્લા છોડી દીધા અને ન્યૂડ મેકઅપ સાથે તેનો લુક પૂરો કર્યો. ફોટો શેર કરતા મનીષ મલ્હોત્રાએ કેપ્શનમાં લખ્યું – ‘મનીષ મલ્હોત્રાના ન્યૂ-એજ ઓર્ડર ડિફ્યુઝ ટ્રાઈબમાં ન્યાસા દેવગન.’ ન્યાસાનો આ લુક જાેયા પછી, ચાહકો તેની માતા અને બોલિવૂડ અભિનેત્રી કાજાેલને મિસ કરી રહ્યા છે.

કોમેન્ટ કરતી વખતે ઘણા યુઝર્સે ન્યાસાને કાજાેલની કોપી ગણાવી છે અને સ્ટારકિડના જાેરદાર વખાણ પણ કર્યા છે. ફોટો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું – ‘તે બિલકુલ તેની માતા કાજાેલ જેવી લાગે છે.’ જ્યારે બીજાએ લખ્યું – જેવી મા તેવી જ દિકરી.

ન્યાસાને તેની માતા પાસેથી સુંદરતા અને તેના પિતા પાસેથી તેની આંખોમાં દેખાતો આત્મવિશ્વાસ મળ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું – ‘માતાની પુત્રી હવે મોટી થઈ ગઈ છે અને સુંદર પણ. ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી છે. ન્યાસા સિવાય શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, જાહ્નવી કપૂર પણ આ શોનો ભાગ હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.