ન્યુઝીલેન્ડની વિરુદ્ધ ટી-૨૦ સિરીઝ માટે જયપુર પહોંચી ભારતીય ટીમ
જયપુર, ૧૭ નવેમ્બરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી-૨૦ મેચ માટે ભારતીય ટીમનું જયપુર પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ સહિત અનેક ખેલાડી જયપુર પહોંચી ચૂક્યા છે આખી ટીમ જયપુર મોડી સાંજે પહોંચી જશે.
૨-૩ દિવસ ક્વોરન્ટાઇન રહેશે ખેલાડીઓભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડની સાથે અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, વેંકટેસ અય્યર શુક્રવારના જયપુર પહોંચી ચૂક્યા છે, જ્યારે ગુરૂવારના યુઝવેન્દ્ર ચહલ અને ઋતુરાજ ગાયકવાડ જયપુર પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ તમામ ખેલાડી હોટલ માટે રવાના થયા, જ્યાં તેમણે ૨થી ૩ દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે.
આ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને અન્ય ખેલાડી બપોર બાદ જયપુર પહોંચશે. ક્વોરન્ટાઇન રહ્યા બાદ ૧૪ નવેમ્બરથી ખેલાડી એકેડમી પર અભ્યાસ કરશે અને આ દરમિયાન તમામ ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચો માટે પણ ટીમની જાહેરાત થઈ ગઈ છે. વિરાટ કોહલી આરામ પર છે, જેની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. વિરાટ મુંબઈમાં બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ થશે અને ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈ ટેસ્ટ ૩ ડિસેમ્બરના છે.
ટેસ્ટ મેચમાંથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને રોહિત શર્માને મ્ઝ્રઝ્રૈંએ આરામ આપ્યો છે.વર્કલોડને લઇને કોહલીએ શું કહ્યું હતું?નામિબિયાની વિરુદ્ધ ટી-૨૦ કેપ્ટન તરીકેની અંતિમ મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ તેમના કાર્યભારને મેનેજ કરવાનો સમય છે.
વિરાટ કોહલીએ અતિશય કાર્યભાર અને તેના પર બનાવેલા દબાવ પર પણ વાતચીત કરી હતી. કોહલીએ કહ્યું કે, “રાહત સૌથી પહેલા (્૨૦ કેપ્ટનસી છોડવા પર). આ એક સન્માનની વાત છે, પરંતુ ચીજાેને યોગ્ય દ્રષ્ટિકોણમાં રાખવાની જરૂર છે. મને લાગ્યું કે, આ મારા કાર્યભારને મેનેજ કરવાનો યોગ્ય સમય છે. આ ૬-૭ વર્ષનો ભારે કાર્યભાર છે. તમામ ખેલાડીઓ શાનદાર રહ્યા, મને ખબર છે કે અમને અહીં પરિણામ નથી મળ્યા, પરંતુ અમે ખરેખર કેટલુંક સારું ક્રિકેટ રમ્યા છીએ.’HS