ન્યુઝીલેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટરની સૌથી ઝડપી અડધી સદી
નવી દિલ્હી, ભારતીય મેન્સ ટીમની સાથે હવે વુમન ક્રિકેટ ટીમપણ રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય મહિલા ખેલાડીએ સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો નવો વિક્રમ સર્જયો છે.
વનડે ઈન્ટરનેશનલમાં ભારત તરફથી મંગળવારે રિચા ઘોષએ સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી છે. ભારત તરફથી સૌથી ઝડપી વનડે ૫૦નો રેકોર્ડ આજે રિચા ઘોષે ૨૬ બોલમાં ૫૨ રન ફટકારી પોતાના નામે કર્યો છે. આ અગાઉ ફાસ્ટેટ ૫૦નો રેકોર્ડ વેદા ક્રિષ્નમૂર્તિના નામે હતો જેમણે ફેબ્રુઆરી ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામે ૩૨ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા.
ભારતીય વુમન્સ ટીમના ફાસ્ટેટ ૫૦ રેકોર્ડ કરનારી ખેલાડીઓ માં ૨૬ –રિચા ઘોષ (૫૨) વિ.ન્યૂઝિલેન્ડ-ડબલ્યુ (ક્વિન્સટાઉન૨૨ ફેબ્રુઆરી, ૩૨ –વેદા કૃષ્ણમૂર્તિ (૭૦) વિ.દ.આફ્રિકા-ડબલ્યું (કિંમ્બરલે) ફેબ્રુઆરી ૨૦૧૮, ૩૩ –સબાહિનેની મેઘના (૬૧) વિ.ન્યૂઝિલેન્ડ-ડબલ્યુ (ક્વિન્સટાઉન) ફેબ્રુઆરી ૨૦૨૨નો સમાવેશ થાય છે.HS