ન્યુનતમ શાસન, અધિકતમ ખાનગીકરણ સરકારનો વિચાર: રાહુલ ગાંધી
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી ટ્વીટ કરી મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ન્યુનતમ શાસન અધિકતમ ખાનગીકરણ આ સરકારનો વિચાર છે. તેમણે એક અહેવાલ જાહેર કરી ટ્વીટ કર્યું મોદી સરકારનો વિચાર ન્યુનતમ શાસન, અધિકતમ ખાનગીકરણ.કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે કોવિડ તો બસ બહાનું છે સરકારી કચેરીને સ્થાઇ સ્ટાફ મુકત બનાવવાનું યુવાનું ભવિષ્ય ચોરવાનું મિત્રોને આગળ વધારવાના છે.
રાહુલે જે અહેવાલ જાહેર કર્યો છે તે અનુસાર કોરોના સંકટને જાેતા સરકારે નવી સરકારી નોકરીઓના સૃજન પર રોક લગાવી દીધી છે. એ યાદ રહે કે આ પહેલા શુક્રવારે પણ રાહુલે ટ્વીટ કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું શુક્રવારે રાહુલે બેરોજગારીની સ્થિતિ અને કર્મચારી પસંદગી આયોગ તથા કેટલીક અન્ય પરીક્ષાઓના પરિણામમાં કહેવાતા વિલંબને લઇ સરકાર પર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું હતું કે સરકારને યુવાનોની રોજગારીથી જાેડાયેલ આ સમસ્યાઓનું સમાધાન કરવું જોઇએ તેમણે ટ્વીટ કર્યું મોદી સરકાર રોજગાર બહાલી,પરીક્ષાના પરિણામ આપે દેશના યુવાઓની સમસ્યાનું સમાધાન આપે.HS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf