ન્યુયોર્કમાં અમેરિકાના પ્રમુખ તથા વડાપ્રધાન વચ્ચે થનારી ચર્ચા પર વિશ્વના નેતાઓની નજર
વડાપ્રધાન મોદીને ગ્લોબલ ગોલ્ફકીપર એવોર્ડથી સન્માનવામાં આવશેઃ સોલાર પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરીકાના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે થયેલ મિલના બંને વચ્ચે અદ્રુત મૈત્રી જાવા મળી અમેરીકન લોકો તરફથી વડાપ્રધાન મોદીને સારો આવકાર મળ્યો. સર્વત્ર “નમો નમો” ના નાદ ગુંજવા લાગ્યા હતા.
અમેરીકાના પ્રમુખ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્રમોદી વચ્ચે થયેલ મિલન બાદ બરોબાર ૩૬ કલાક બાદ ન્યુયોર્કમાં આજે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરીકના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે યોજાનાર મુલાકાત આંતરરાષ્ટ્રિીય સ્તર ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. પાક. વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરના મુદ્દે હવાતિયા મારવા છતાં આંતરરાષ્ટ્રિયક્ષેત્રે તેને મહત્વ મળ્યું નથી.
ત્યારે ટ્રમ્પ-મોદી વચ્ચની આગામી મુલાકાત જયારે આંતરાષ્ટ્રીયક્ષેત્રી આંતકવાદ તથા દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા થનાર છે. ત્યારે દેશ-વિદેશના રાજકારણીયોનું ધ્યાન આ ચર્ચા ઉપર ખેંચાઈ રહયું છે. હાઉડી બાદ મોદી, એક આંતરરાષ્ટ્રીય નેતા તરીકે ખુભરી આવ્યા છે. વડાપ્રધાન તેમના અમેરીકના પ્રવાસ દરમ્યાન તેઓ સોલારપાર્કનું ઉદ્ઘાટન પણ કરનાર છે આ ઉપરાંત વડાપ્રધાને આજના એવોર્ડથી સન્માન પણ કરવામાં આવનાર છે.