ન્યુયોર્કમાં એક વર્ષ પછી પણ મૃતદેહો ફ્રિજ ટ્રકમાં રાખવામાં આવ્યા છે
ન્યુયોર્ક: વિશ્વના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસનો કહેર અલગ અલગ સમયે સામે આવ્યો છે. અમેરિકાના ન્યુયોર્કમાં તે ગયા વર્ષે આવ્યો હતો, જ્યારે સ્થિતિ એવી હતી કે વહીવટીતંત્રએ કોવિડ દર્દીઓના મૃતદેહને ફ્રિજ ટ્રકમાં રાખવા પડ્યા હતા. હવે, લગભગ એક વર્ષ પછી પણ ઘણા મૃતદેહ એ જ ફ્રિજ ટ્રકમાં રાખવામાં આવ્યા છે અને તેને દફનાવવામાં આવ્યા નથી.
એક સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે આશરે ૭૫૦ જેટલા મૃતદેહો હજી પણ સ્ટોર છે જ્યારે તેઓને દફનાવવાના બાકી છે. ધીરે ધીરે આ મૃતદેહોને દફનાવવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે.
હાર્ટ આઇસલેન્ડ ન્યુયોર્ક સિટીનું સૌથી મોટું કબ્રસ્તાન છે, જ્યાં ગરીબ અથવા અજાણ્યા લોકોના મૃતદેહને દફનાવવામાં આવે છે, હવે જે મૃતદેહ દફનવિધિની રાહ જાેઈ રહ્યા છે, તેઓને પણ અહીં લાવવામાં આવશે. અત્યારે સ્થાનિક વહીવટી તંત્ર આ મૃત લોકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં ન્યૂયોર્કમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર થઇ હતી. આવી સ્થિતિમાં, લોકો મોટી સંખ્યામાં મરી રહ્યા હતા અને ઘણાં મૃતદેહો સ્ટોર કરવામાં આવ્યા કારણ કે ઘણા પરિવારો તેમના પરિજનોને સારી રીતે વિદાય આપવા માંગતા હતા.
હવે, લગભગ એક વર્ષ પછી, અમેરિકા કોરોનાના કહેરથી સ્વસ્થ થઈ રહ્યું છે, પરંતુ આ સંકટ હજી પણ યથાવત્ છે અને અમેરિકા કોરોનાનો સામનો કરવાનો સૌથી મોટો દેશ છે. અમેરિકામાં કોરોનાને કારણે લગભગ ૬ લાખ લોકોના મોત નોંધાયા છે, જ્યારે ત્યાં હજી પણ ૬૪ લાખ સક્રિય કેસ છે.