ન્યુ ક્લોથ માર્કેટ ખાતે પોલિસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન
અમદાવાદ, કોરોનાના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તે સમયે ડોકટરો, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલિસના જવાનો સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાત દિવસ જોયા વગર સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા પોલિસના જવાનોના સ્વાસ્થયની સુરક્ષા માટે અમદાવાદમાં ન્યુ ક્લોથ માર્કેટ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પોલિસ કર્મચારીઓને ડોક્ટર દ્વારા ચેક અપ કરવામાં આવ્યું હતું. (તસવીરઃ જયેશ મોદી)