ન્યુ રાણીપમાં ચાર મહીલા અને બે પુરૂષ જુગાર રમતાં ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Gambling-police-raid-copy.jpg)
અમદાવાદ : શહેરમાં જુગારની અસામાજીક પ્રવૃત્તિ ફુલી ફાલી છે. જેની ઊપર હાલ કેટલાંક સમયતી પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. અને સઘન કાર્યવાહી કરતાં વારંવાર દરોડા પાડીને જુગાર ધામો પરથી મોટી સંખ્યામાં જુગારીઓ તથા જુગારનાં સાધનો જપ્ત કરી રહ્યાં છે. તેમ છતાં કેટલાંક પોલીસવાળાની રહેમનજર હેઠળ આવાં જુગારધામો ચાલી રહ્યાં છે. ગઈકાલે વાડજ શહેર કોટડા, સાબરમતી સહિતનાં વિસ્તારોમાં દરોડા પાડી પોલીસે સપાટો બોલાવ્યો હતો.
વાડજમાં રેવા આવાસ ઓડાનાં મકાન જુગાર રમાડતાં નવઘણા ભરવાડ સહીત પાંચ જુગારીઓની અટક કરી હતી. અને ૩૦ હજારની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. જ્યારે વાડજ વિસ્તારમાં જ વણકરવાસ ભરવાડવાસ નજીક દરોડો પાડી મહેશ મકવાણા સહીત ચાર શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમની પાસે પોલીસે વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
શહેર કોટડા પોલીસે પણ બાલાપીરની મીલનાં કોટ પાસે બપોરે દરોડો પાડી હિતેશ રોય તથા અન્ય પાંચ ઈસમોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ સહિત બાવીસ હજારનો મુદ્દામાલ ઝડપાયો છે.
સાબરમતી પોલીસે ન્યુ રાણીપ વંદે માતરમ હોમ્સમાં દરોડો પાડીને ચાર મહિલા તથા બે પુરૂષોને ઝડપી પાડ્યા છે. મહીલાઓને પણ જુગાર રમતાં જાઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મકાનમાંથી પોલીસે કુલ બાવન હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.