ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ઓકલેન્ડમાં ફરી લૉકડાઉન
ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લૉકડાઉન રવિવારે મધ્ય રાત્રીથી લાગૂ થઈ જશે. સરકારે આ ર્નિણય ઓકલેન્ડમાં મળેલા નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ લીધો છે. ન્યૂઝીલેન્ડના પ્રદાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યોની સાથે બેઠક કર્યા બાદ શનિવારે આ ર્નિણય લીધો છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્નર્ડ કહ્યું કે, તે ત્યાં સુધી એલર્ટ રહેશે જ્યાં સુધી શહેરમાં આવેલા નવા કોરોના વાયરસ વિશે સંપૂર્ણ જાણકારી મળી જશે નહીં. તે જાણકારી મેળવવામાં આવી રહી છે કે નવો કોરોના વાયરસ પહેલાના મુકાબલે વધુ સંક્રામક છે?
જેસિન્ડા અર્નર્ડે જણાવ્યું કે, બાકી દેશને પણ પ્રતિબંધોની અંદર રાખવામાં આવશે જેથી ઓકલેન્ડ શહેર સિવાય બાકી જગ્યાએ લૉકડાઉન ન લગાવવું પડે. રવિવારના દિવસે ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીઓએ સૂચના આપી કે ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના વાયરસ થી સંક્રમિત થયા છે, જેની ઓળખ થઈ શકી નથી. તેથી શહેરમાં નવા કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સાવચેતીના ભાગરૂપે લૉકડાઉન લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્નર્ડએ પોતાના તમામ પ્લાન કેન્સલ કરી દીધા છે અને તેઓ શહેરમાં કોરોના વાયરસ રોકવા માટે મહત્વપૂર્ણ ર્નિણય લેવા માટે પરત રાજધાની વેલિંગ્ટન આવી ગયા છે. તમને જણાવી દઈએ કે બાકી દેશોના મુકાબલે ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસને પછાડવામાં વધુ સફળ રહ્યું છે. પરંતુ બોર્ડર પર હજુ પણ પરત આવતા યાત્રીકોમાં કોરોનાના નવા કેસ આવી રહ્યાં છે પરંતુ આવા લોકોએ ન્યૂઝીલેન્ડમાં બે સપ્તાહ ક્વોરેન્ટીન રહેવું પડે છે.
ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસ સાથે જાેડાયેલા ‘કોવિડ-૧૯ રિસ્પોન્સમિનિસ્ટર’ ક્રિસ હિપકિંસે કહ્યુ કે, બાકી દેશોના મુકાબલામાં ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસને દેશની બહાર રાખવામાં સક્ષમ રહ્યું છે પરંતુ જેમ આપણે કહીએ છીએ કે ‘નો રિસ્ક’ જેવી કોઈ વસ્તુ નથી