Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડની વેબસાઈટ પર ખાટલો ૪૧૦૦૦માં વેચાયો

વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડમાં ભારતનો દેશી ખાટલો ૪૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જાેકે ભારતમાં પણ ધીમે-ધીમે આવી તમામ વસ્તુઓને મોંઘા ભાવે ખરીદવામાં આવી રહી છે. જેમાં છાણાં અને રાખનો પણ સમાવેશ થઈ ગયો છે. થોડા સમય પહેલાં જ ઈન્ટરનેટ પર એક સમાચાર ઘણા ચર્ચામાં છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છેકે ન્યૂઝીલેન્ડમાં એક દેશી ખાટલો લગભગ ૪૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

તેના પછી લોકોનું કહેવું છે કે વિદેશમાં દેશી સામાનને ખરીદવામાં આવી રહ્યો છે. પરંતુ વિદેશમાં જ નહીં ભારતમાં પણ અન્ય દેશી પ્રોડક્ટ્‌સની ડિમાન્ડ વધી રહી છે અને લોકો તે બધી આઈટમ પર વધારે પૈસા ખર્ચી રહ્યા છે. એવામાં જાણીએ કે આખરે કઈ-કઈ આઈટમ ઓનલાઈન માધ્યમથી ખરીદવામાં આવી રહી છે જેની ગામડાઓમાં કોઈ વેલ્યૂ નથી.

ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટ પર ખાટલો ૪૧,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જે વેબસાઈટ પર ખાટલો વેચાઈ રહ્યો છે તેણે તેની કિંમત ૮૦૦ ડોલર નક્કી કરી છે. જે ભારતીય કરન્સી પ્રમાણે ૪૧,૦૦૦ રૂપિયા થાય છે. તમે ગામમાં કે નાના શહેરમાં જાેયું હશે કે રાખ હંમેશા કચરામાં ફેંકવામાં આવે છે. પરંતુ હવે આ રાખ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહી છે. ખાસ વાત એ છે કે તેના રેટ પણ હેરાન કરનારા છે.

ઓનલાઈન વેબસાઈટ પર મળી રહેલી રાખની કિંમત ૧૦-૨૦ રૂપિયા નહીં પરંતુ ૫૦૦ રૂપિયા કિલો સુધીની છે. હવે ગાય અને ભેંસના છાણમાંથી તૈયાર થયેલાં છાણાં સારી કિંમતે વેચાઈ રહ્યા છે. કેટલાંક છાણાંની કિંમત ૧૫૦ રૂપિયા સુધીની હોય છે.

ભૂસું આજકાલ ઓનલાઈન માધ્યમથી ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. એક પેકેટ ૩૫૦ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે. તે પશુઓને ખવડાવવા માટે લોકો ખરીદે છે. હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુલતાની માટીથી લઈને કાળી માટી પણ વેચાય છે.

ખાસ વાત એ છે કે લોકો મોટા પ્રમાણમાં તેને ખરીદી પણ રહ્યા છે. ૫૦૦ ગ્રામ માટીની કિંમત લગભગ ૧૦૦ રૂપિયા છે. હવે તે ઓનલાઈન માધ્યમથી પણ વેચાઈ રહ્યું છે. હવે ૫૦૦ મિલીગ્રામ ગૌમૂત્ર પણ ૨૬૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.