ન્યૂઝીલેન્ડનો ઘબડકો, પ્રથમ ઈનિંગ્સ ૬૨ રનમાં સમેટાઈ
મુંબઈ, મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો બીજાે દિવસ ભારતના નામે રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં ૩૨૫ રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને તેની પ્રથમ ઈનિંગમાં માત્ર ૬૨ રનમાં ધરાશાયી કરી દીધું હતું.
ત્યારબાદ મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ ભારતને સારી શરૂઆત અપાવી છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે વિના વિકેટે ૬૯ રન બનાવી લીધા છે. સ્ટમ્પ સમયે મયંક અગ્રવાલ ૩૮ અને ચેતેશ્વર પુજારા ૨૯ રન બનાવી અણનમ રહ્યા હતા. આ સાથે ભારતની કુલ લીડ ૩૩૨ રન થઈ ગઈ છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડને બે શરૂઆતી ઝટકા આપ્યા હતા. વિલ યંગ ૪ રનના સ્કોર પર તો કેપ્ટન ટોમ લાથમ માત્ર ૧૦ રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ સિરાજે અનુભવી રોસ ટેલરને ૧ રન પર બોલ્ડ કરી ટીમને ત્રીજી સફળતા અપાવી હતી. અક્ષર પટેલે ૮ રન પર ડેરિલ મિચેલને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જયંત યાદવે રચિન રવિન્દ્રને ૪ રનના સ્કોરે આઉટ કર્યો હતો. આર અશ્વિને બ્લંડેલને ૮ અને સાઉદીને શૂન્ય રને આઉટ કર્યા હતા.
ત્યારબાદ સમરવિલે પણ શૂન્ય રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલે કાઇલ જેમિસનને ૧૭ રને આઉટ કરી કીવીની ઈનિંગનો અંત કર્યો હતો. ભારત તરફથી અશ્વિને ચાર, સિરાજે ત્રણ, અક્ષર પટેલને બે તથા જયંત યાદવને એક સફળતા મળી હતી. ભારતે મયંક અગ્રવાલના ૩૫૦ રનની મદદથી પ્રથમ ઈનિંગમાં ૩૨૫ રન બનાવ્યા હતા.
આ સિવાય અક્ષર પટેલે પણ ૫૨ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે દમદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે ભારતીય ઈનિંગની ૧૦ વિકેટ ઝડપી હતી. ભારતે આજે પોતાના પ્રથમ દિવસના સ્કોર ૨૨૧/૪થી આગળ રમવાનું શરૂ કર્યુ હતું.
એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઈનિંગમાં સંપૂર્ણ ૧૦ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક ઈનિંગમાં ૧૦ વિકેટ લેનારો વિશ્વનો ત્રીજાે બોલર બની ગયો છે.
પટેલ પહેલા આ કરિશ્મા ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે અને ઈંગ્લેન્ડના જિમ લેકરે કર્યો હતો. કુંબલેએ ૧૯૯૯માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. જ્યારે, ઇંગ્લેન્ડના જિમ લેકરે એક ઇનિંગમાં તમામ ૧૦ વિકેટ લીધી હતી. ૧૯૫૬માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં ૧૦ વિકેટ લીધી હતી.SSS