ન્યૂઝીલેન્ડે કોવેક્સિનને મંજૂરી આપી , કોવેક્સિનના બંને ડોઝ લેનારાને દેશમાં પ્રવેશ
જોહાનીસબર્ગ, ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે ૮ રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ વેક્સિન પાસમાં મંજૂરી મળી છે. આ અર્થ પ્રમાણે જાે કોઇ ન્યૂઝીલેન્ડ નાગરિક કે પરમેનન્ટ રેસિડન્સી પ્રાપ્ત વ્યક્તિ ભારતમાં કોવેક્સિનના બંને ડોઝ લીધા હશે તો તેને ન્યૂઝીલેન્ડમાં વેક્સિન પાસમાં સંપૂર્ણ રસીકરમ પ્રાપ્ત વ્યક્તિ તરીકે ગણવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ સરકારે આજે એક યાદી બહાર પાડી હતી અને વેક્સિન પાસ કેવી રીતે પ્રાપ્ત કરવો તેની પ્રક્રિયા પણ તેની સાથે જાેડવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડે કુલ ૮ રસીને આ યાદીમાં રાખી છે. જે આ પ્રમાણે છે.HS