ન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ભારત ટૂર્નામેન્ટથી બહાર!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/India-2.jpg)
દુબઈ, રવિવારે રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં ભારતને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. આ કારમી હાર સાથે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ભારતની આગામી મેચ ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. જાે આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થાય છે તો તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો વધી શકે છે. ભારતે ટી૨૦ વર્લ્ડકપમાં ટકી રહેવા અને પોતાનું નસીબ પોતાના હાથમાં રાખવા માટે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે.
પાકિસ્તાન બાદ જાે ભારતને ન્યૂઝીલેન્ડ સામે પણ હાર મળે છે તો તેના પર ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો ઉભો થઈ શકે છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારની સ્થિતિમાં ભારતે ટી-૨૦ વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામેની પોતાની આગામી ત્રણ મેચો જીતવી પડશે, સાથે જ અન્ય ટીમોની જીત અને હારના પરિણામો પર આધાર રાખવો પડશે.
ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતને ટોપ-૨માં રહેવું પડશે. ધારો કે પાકિસ્તાન પછી જાે ભારતને પણ ન્યુઝીલેન્ડ સામે હાર મળે તો ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે તેની જેમ પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક મોટી ટીમ ઓછામાં ઓછી બે મેચ હારે.
આમ છતાં ભારતે સારા રનરેટને ધ્યાનમાં રાખીને પોતાની આગામી બાકીની ૩ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં ૨ મેચ હારવા છતાં ભારતને જીવનદાન મળી શકે છે. જાે ભારતે સેમીફાઈનલમાં પહોંચવું હોય તો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક ટીમને સેમીફાઈનલની રેસમાંથી બહાર થવું જરૂરી છે.
આ વાત અફઘાનિસ્તાનને પણ લાગુ પડે છે. અફઘાનિસ્તાનની ટીમ ભલે સેમીફાઈનલ સુધી સફર ન કરી શકે, પરંતુ તે ભારત, પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમોનું ગણિત બગાડી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે દરેક સમયે સતર્ક રહેવું પડશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારવાની સ્થિતિમાં ભારતે નાની ટીમો ખાસ કરીને અફઘાનિસ્તાન સાથે વધુ સાવચેત સાથે રમવું પડશે. અફઘાનિસ્તાન મોટી ટીમોને હરાવી શકે છે. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ ભારત અફઘાનિસ્તાન સામે હારતા બચ્યું હતું.SSS