ન્યૂઝ એન્કરની હકાલપટ્ટી, વિરોધી નેતાની પ્રતિમા તોડી

ન્યૂઝ ચેનલોમાં મહિલા એન્કરોને બેન કરી દેવાઈ, પોતાના લોકોને ન્યૂઝ એન્કર તરીકે જવાબદારી તાલિબાને સોંપી
કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ તાલિબાને ભલે દુનિયા આગળ મોટી મોટી વાતો કરી હોય પણ પોતાનો અસલી રંગ બતાવવાનુ શરૂ કરી દીધુ છે.
જેમ કે ગઈકાલે તાલિબાનના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ટીવી ચેનલો પર મહિલા એન્કર પણ ન્યૂઝ વાંચી શકશે. જ્યારે હકીકત એ છે કે, ન્યૂઝ ચેનલોમાં મહિલા એન્કરોને બેન કરી દેવાયા છે અને પોતાના લોકોને ન્યૂઝ એન્કર તરીકેની જવાબદારી તાલિબાને સોંપવા માંડી છે.
નોકરીમાંથી કાઢી મુકાયેલી મહિલા ન્યૂઝ એન્કર ખદીજા અમીનાએ કહ્યુ હતુ કે, મને સમજ નથી પડતી કે હવે હું શું કરીશ, એમ પણ આવનારી પેઢી પાસે કશુ કામ નહીં હોય. જે પણ ૨૦ વર્ષોમાં મેળવ્યુ તે બધુ જતુ રહેવાનુ છે. તાલિબાન એ તાલિબાને છે અને તે બદલાવાના નથી.
બીજી તરફ તાલિબાને બામિયાન પ્રાંતમાં વિરોધી નેતા અબ્દુલ અલી મજારીની પ્રતિમાને તોડી પાડી છે. મજારીનુ ૧૯૯૫માં તાલિબાન સામેના જંગમાં પણ મોત થથયુ હતુ. તેઓ હજારા કોમ્યુનિટીના છે. જે સામાન્ય રીતે શિયા મુસ્લિમો હોય છે. અબ્દુલ અલી મજારી તાલિબાન સામે અવાજ ઉઠાવનારા પ્રમુખ નેતાઓ પૈકીના એક હતા. તેમની ભારે લોકપ્રિયતા હતી અને તે જાેઈને તાલિબાને તેમનુ અપહરણ કરીને તેમની હત્યા કરી હતી.
બામિયાન એ જ પ્રાંત છે જ્યાં ભગવાન બુધ્ધની વિરાટકાય મૂર્તિને ૨૦ વર્ષ પહેલા તાલિબાને વિસ્ફોટકો વડે ઉડાવી દીધી હતી.