ન્યૂયર પર રોહિત, ગિલ, સૈની અને પંત લંચ માટે નીકળ્યા
મેલબોર્ન: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં બંને દેશો વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ ઓસ્ટ્રેલિયા જાય છે, ત્યાં તેને જબરજસ્ત સપોર્ટ મળે છે. સિડનીથી લઈને મેલબોર્ન સુધી, ઓસ્ટ્રેલિયામાં રહેનારા ભારતીય મૂળના લોકો સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ આપવા પહોંચી જાય છે.
એવામાં જાે કોઈ ફેનને ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર પોતાની સામે કોઈ હોટલમાં દેખાઈ જાય તો? સ્પષ્ટ છે કે તે તેમની સાથે ફોટો ક્લિક કરાવવા ઈચ્છશે. પરંતુ એક ભારતીય ફેને કંઈક એવું કર્યું, જેનાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તો ચોંક્યા સાથે જ તેણે લોકોનું દિલ પણ જીતી લીધું.
ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવ્યું હતું. આ બાદથી જ ટીમ ઈન્ડિયા હાલમાં આ શહેરમાં જ રોકાયેલી છે. સિડનીમાં ૭ જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ રમાવાની છે, આ માટે ટીમ ૪ જાન્યુઆરીથી મેલબોર્નથી રવાના થશે. એવામાં ટીમના ખેલાડીઓ થોડો સમય પોતાના માટે કાઢીને બહાર ફરવા જવાનો ર્નિણય કર્યો.
જેનાથી એક ભારતીય ફેનનો દિવસ બની ગયો. નવલદીપ સિંહ નામના એક ટિ્વટર યુઝરે શુક્રવારે ૧લી જાન્યુઆરીએ પોતાના એકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો છે,
જેમાં તે એક હોટલમાં બેઠો હતો અને તેની સામેના ટેબલ પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રોહિત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત, નવદીપ સૈની અને પૃથ્વી શો હતો. પોતાની સામે ભારતીય ખેલાડીઓને બેઠેલા જાેઈને નવલદીપ સિંહ ખૂબ જ ખુશ હતો, તેણે તેમનો વીડિયો બનાવીને અપલોડ કર્યો. થોડી જ વારમાં તેણે વધુ એક ટ્વીટ કર્યું, જેને ટિ્વટર યુઝર્સને હેરાન કરી દીધા અને તેની પ્રશંસા થવા લાગી.
હકીકતમાં નવલદીપ સિંહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કરવા માટે તેમના ફૂડનું ૧૧૮.૬૯ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે લગભગ ૬૬૮૩ રૂપિયાનું બિલ ચૂકવી દીધું. તેણે બિલનો ફોટો પણ ટ્વીટ કર્યો. આ સાથે જ કેપ્શનમાં લખ્યું હતું, તેમને નથી ખબર, પરંતુ મેં તેમના ટેબલનું બિલ ચૂકવી દીધુ છે.
પોતાના સુપરસ્ટાર માટે ઓછામાં ઓછું આટલું તો હું કરી જ શકું છું. ભારતીય ખેલાડીઓને જ્યારે આ વિશે જાણ થઈ, તો તેઓ પણ હેરાન રહી ગયા અને તેમણે પૈસા પાછા લઈ લેવાની રિક્વેસ્ટ કરી. નવલદીપ સિંહે પોતાના ટ્વીટમાં આ વિશે જણાવ્યું અને લખ્યું, જ્યારે તેમને ખબર પડી કે મેં તેમનું બિલ ચૂકવી દીધું છે,
તો રોહિત શર્માએ કહ્યું, ભાઈ પૈસા લઈ લો યાર સારું નથી લાગતું. મેં કહ્યું કે સર આવું ન થઈ શકે. પંતે મને હગ કર્યો અને કહ્યું કે ફોટો ત્યારે જ થશે જ્યારે પૈસા પાછા લઈ લેશો. મેં કહ્યું કે, ભાઈ આ તો નહીં થઈ શકે. આખરે બધા સાથે ફોટો ક્લિક કરાવીને મજા આવી ગઈ.
નવલદીપે સાથે જ જણાવ્યું કે પંતે તેની પત્ની સાથે મજાકમાં કહ્યું, ભાભીજી લંચ માટે આભાર. નવલદીપે આ બાદ ભારતીય ખેલાડીઓની કેટલીક તસવીરો પણ પોતાના એકાઉન્ટથી પોસ્ટ કરી છે. તેના આ કાર્યથી ટિ્વટર યુઝર્સ તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને લખ્યું કે નવા વર્ષની શરૂઆત આનાથી વધારે સારી ન હોઈ શકે.