Western Times News

Gujarati News

ન્યૂયોર્કના એપોર્ટમેન્ટમાં આગ લાગતા ૧૯ લોકોનાં મોત

વોશિંગ્ટન, અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત એક એપોર્ટમેન્ટમાં લાગેલી આગમાં ૯ બાળકો સહિત ૧૯ લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આગ રવિવારે સવારે ખરાબ ઈલેક્ટ્રિક હીટરના કારણે લાગી અને જાેત જાેતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.

ફાયર ડિપાર્ટમેન્ટ ન્યૂયોર્કના કમિશનર ડેનિયલ નીગ્રોએ જણાવ્યું કે ૯ બાળકો સહિત ૧૯ લોકોના આ અગ્નિકાંડમાં મોત થયા. જ્યારે અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

તેમણે જણાવ્યું કે આગ ઈમારતની બીજી અને ત્રીજી મંજિલ પર એક ડુપ્લેક્સમાં સવારે ૧૧ વાગ્યાની આસપાસ લાગી અને થોડીવારમાં તેણે અનેક ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા. આગને કાબૂમાં કરવા માટે લગભગ ૨૦૦ ફાયર ફાઈટર્સે ઘણીવાર સુધી જદ્દોજહેમત કરવી પડી. જ્યારે મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આપણા ત્યાં જાેવા મળેલી આગની સૌથી ભીષણ ઘટનાઓમાંથી આ એક છે.

તેમણે કહ્યું કે પ્રાથમિક સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે આગ ખરાબ ઈલેક્ટ્રિક ઉપકરણના કારણે લાગી પરંતુ હજુ પણ વિસ્તૃત તપાસના આદેશ અપાયા છે. કમિશનર ડેનિયલ નીગ્રોએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ ૧૩ લોકોની હાલત ખુબ ગંભીર છે. આ અગ્નિકાંડમાં ઓછામાં ઓછા ૬૦ લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે રવિવારે સવારે તેમની ઊંઘ બિલ્ડિંગના ફાયર અલાર્મના કારણે ખુલી પરંતુ તેણે ધ્યાન ન આપ્યું.

કારણ કે ફાયર અલાર્મ પહેલા પણ ખોટી રીતે વાગતો રહ્યો છે. ત્યારબાદ તેના ફોન પર આગની સૂચના આવી. ત્યારે તેને ખાતરી થઈ કે બિલ્ડિંગમાં આગ લાગી છે. આ બાજુ ફાયર ડિપાર્ટમેન્ટ ન્યૂયોર્કના કમિશનર ડેનિયલ નીગ્રોએ આગની સરખામણી હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગ સાથે કરી.

જેમાં ૮૭ લોકો માર્યા ગયા હતા. વર્ષ ૧૯૯૦માં થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિએ તેની પૂર્વ પ્રેમિકા સાથે ચર્ચામાં પડ્યા અને ક્લબમાંથી બહાર નીકળ્યા બાદ ઈમારતમાં આગ લગાવી દીધી હતી. થોડા દિવસ પહેલા જ ફિલાડેલ્ફિયામાં પણ એક ઘરમાં આગ લાગવાથી આઠ બાળકો સહિત ૧૨ લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત એક અઠવાડિયા પહેલા અમેરિકાના ડેનવરમાં કોલોરાડોના જંગલમાં લાગેલી આગ ફેલાવવાથી લગભગ ૫૮૦ મકાનો, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર બળીને ખાખ થઈ ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.