Western Times News

Gujarati News

ન્યૂયોર્કમાં હેર્રિકેન આઈડા નામના તોફાનને કારણે જનજીવન ખોરવાયુ

વોશિંગ્ટન, અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે હેર્રિકેન આઈડા નામના તોફાનને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને લઈને ન્યૂયોર્ક અને તેની આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરવામા આવી અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તાપરમાં હર્રિકેન આઈડા નામનું તોફાન તેમજ અન્ય તોફાનોને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ ફ્લેશ-ફ્લડ અને ટોર્નેડોને કારણે જીવલેણ વરસાદ પડ્યો છે. જેના કારણે જનજીવન પર ભારે અસર પડી છે.

ભારે વરસાદને કારણે ન્યૂયોર્કમાં મોટા ભાગની સેવાઓ બંધ પડી ગઈ છે. ન્યૂજર્સી તેમજ નીવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બધી ફ્લાઈટો પણ રદ કરી દેવામાં આી છે. સાથેજ ન્યૂજર્સીમાં બધી ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે.

ન્યૂયોર્કના મેયર બિલ ડિ બ્લાસિયોએ લોકોને એવી સલાહ આપી છે. તેઓ રસ્તા પણ કોઈ પણ હિસાબે ન રહે અને સુરક્ષીત જગ્યાઓ પર પોતાને બચાવીને રાખે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે વરસાદને કારણે ન્યૂયોર્કના રસ્તાઓ પર કેવી પરિસ્થિતી સર્જાઈ છે. સમગ્ર મામલે ન્યૂજર્સીના ગર્વરન ફિલ મર્ફીએ પણ ઈમરજન્સીનું એલાન કર્યું છે.

નેશનલ વેધર સર્વીસ દ્વારા પણ ન્યૂયોર્ક, બ્રુકલીન અને ક્વીંસમાં ભારે વરસાદને કારણે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સાથેજ તેમણે એવું કહ્યું કે બધાજ ક્ષેત્રોમાં બચાવ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત બુધવારે નીવાર્ક એરપોર્ટ પર માત્ર ૬ મિનિટના અંતરે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અને ૨૩ મિનીટમાં ૧.૫૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમેરિકામાં આ વરસાદે બધાજ રેકોર્ડ તોડી કાઢયા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવો વરસાદ ૧૦૦ થી ૫૦૦ જેટલા વર્ષે એક વાર પડતો હોય છે. હર્રિકેન આઈડાને લઈને એવી આશંકા સેવાઈ રહી છે. ૨૦૦૫માં જે હર્રિકેન કટરીના નામનું તોફાન આવ્યું હતું તેના કરતા વધારે નુકશાન થઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.