Western Times News

Gujarati News

ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચર દ્વારા તેના કાફલામાં 5620 ટીએક્સ (Tx) પ્લસનો ઉમેરો

વિશ્વની અગ્રણી એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ બ્રાન્ડ ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે એગ્રિકલ્ચરલ મશીનરીના તેના કાફલામાં 5620 ટીએક્સ (Tx) ઉમેર્યાનું જાહેર કર્યું છે. નવું 65 એચપી 5620 ટીએક્સ પ્લસ (65 HP 5620 Tx Plus) નવી ફાર્મિંગ ટેકનોલોજિના ઉમેરા સાથે, તેના અત્યંત લોકપ્રિય 5630 ટીએક્સ પ્લસ (Tx Plus) (75 HP) નો ભવ્ય વારસો લઇને આવ્યું છે. નવા યુગના આ ટ્રેક્ટરમાં છે અદ્યતન જનરેશનનું એફપીટી (FPT) એન્જિન જે તેની તાકાત અને ટોર્ક દ્વારા અપ્રતિમ પરફોર્મન્સ સુનિશ્ચિત કરે છે તથા બહેતર ઇંધણક્ષમતા આપે છે.

તેમાં રહેલ ડ્યુઅલ ક્લચ સિસ્ટમ ઝંઝટ રહિત અને સરળ કામગીરીની ગેરન્ટી આપે છે.ટ્રેક્ટરનું પાવર સ્ટીયરિંગ ડ્રાઇવરને વાહન સરળતાથી ચલાવવામાં મદદ કરે છે, જ્યારે ઑઇલમાં ડૂબેલ બ્રેક્સ મજબૂત પકડ, વધુ ટકાઉપણું તથા ઓછો સ્લીપેજ આપે છે. ફેક્ટરીમાં ફિટ કરાયેલ આરઓપી (ROPs) તથા કેનૉપી આ શક્તિશાળી વાહનનાં વિશિષ્ટતાઓમાંની એક છે જે વાહન ચલાવતા સમયે ડ્રાઇવરની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરે છે.

ઓપરેટરની સુવિધા માટે ન્યૂહૉલેન્ડ 5620 ટીએક્સ (Tx) આધુનિક સીટ, સપાટ તળીયું, આધુનિક ડિજિટલ કન્ટ્રોલ પેનલતથા મોબાઇલ ચાર્જિંગ સુવિધા ધરાવે છે. બીજાં અનેક બેજોડ ફીચર્સ ઉપરાંત, ટ્રેક્ટર પ્રભાવશાળે દેખાવ અને અદભૂત સ્ટાઇલિંગ ધરાવે છે જેના કારણે તે કૃષિક્ષેત્રમાં સૌનું ઇચ્છિત ટ્રેક્ટર બની રહે છે.

સીએનએચ ઇન્ડસ્ટ્રિયલ (ઇન્ડિયા) ના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી તરુણ ખન્નાએ આ પ્રસંગે બોલતાં જણાવ્યું કે, ”ઉચ્ચ કક્ષાનાં ફીચર્સ, ટેકનિકલ પાસાં અને આકર્ષક દેખાવ ધરાવતા આ નવા ટ્રેક્ટર માટે અમે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. તે અમારા કિસાન મિત્રો તથા ડીલર્સ બન્ને માટે એકસમાન ફાયદાકારક કોમ્બીનેશન છે.

આ નવા મશીનનો દરેક ભાગ કૃષિને લગતી કામગીરીઓને ઓછી કંટાળાજનક તથા વધુ ઉત્પાદક બને તે રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે.ડીલરો આ મશીન વેચવા માટે રોમાંચિત છે અને આ મશીન ખરીદવા માટે કિસાનોમાં ચાલતી ચર્ચા અત્યંત ઉત્સાહપ્રેરક છે જેનું ખાસ કારણ એ છે કે તેમાં ઉચ્ચ હોર્સપાવરના સેગમેન્ટમાં અત્યંત પ્રશંસા પામેલ ટ્રેક્ટર 5630 ટીએક્સ પ્લસ (Tx Plus)નો ભવ્ય વારસો સમાયેલ છે. ટૂંકમાં, અમારી પાસે વિજેતા છે અને તે બેસ્ટ સેલર બને તેવી આશા રાખીએ છીએ.”

ન્યૂહૉલેન્ડ 5620 Tx પ્લસ ટ્રેક્ટરનાં બેજોડ ફીચર્સમાંથી થોડાં આ મુજબ છે:

  • સ્કાય વૉચ- પ્રો-એક્ટિવ એલર્ટ્સ સાથે ટ્રેક્ટરને ટ્રેક તથા ટ્રેસ કરવાનું આસાન. વધુ કામ તથા ઓછું રિપેર સુનિશ્ચિત કરે છે.
  • કંપનીમાં ફિટ થયેલ ROPS તથા કેનૉપી – ડ્રાઇવરની સંપૂર્ણ સલામતી
  • ક્રીપર સ્પીડ ગિયર બૉક્સ – સીડર, મલ્ચર વગેરે જેવાં ઓજારો સાથે સ્લો સ્પીડ ટોર્ક ગિયર બૉક્સ સાથે કામ કરવાનું આસાન.
  • શ્રેષ્ઠ સેન્સોમેટિક હાઇડ્રૉલિક લિફ્ટ- 24 સેન્સિંગ પૉઇન્ટ્સ દ્વારા દરેક માટીમાં બહેતર સેન્સિંગ, પરિણામે ઇંધણની બચત
  • ઓટોમેટિક હાઇટ લિમિટર સાથે લિફ્ટ-ઓ-મેટિક – ખેડ તથા વાવણી માટે એકસમાન ઊંડાઇ જેથી ઓછા સમયમાં વધુ ઉત્પાદકતા
  • વધારાની PTO શાફ્ટ – આ બહારના હાઇડ્રૉલિક પમ્પ માટે છે જેથી એ સુનિશ્ચિત થાય છે કે ટ્રેક્તર હંમેશા રોડ પર રહે અને તે લોડર એપ્લિકેશનમાં પણ મદદરૂપ છે.
  • વધુ મોટું 8 ઇંચ (20m) એર ક્લીનર – એન્જિનના ટકાઉપણામાં તથા એર ચોખ્ખી કરવાની ક્ષમતામાં વધારો કરે છે જેથી પ્રી-ક્લીનર દ્વારા વારંવારના ક્લીનિંગમાં ઘટાડો થાય છે
  • વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ- ખાડા-ટેકરાવાળી જમીન પરથી સરળતાથી પસાર થાય છે.

અન્ય ઇનબિલ્ટ ફીચર્સમાંથી થોડાં આ મુજબ છે:

  • હેવી ડ્યૂટી 12+3 UG ગિયર બૉક્સ
  • સ્વતંત્ર PTO ક્લચ લીવર
  • એડ્જસ્ટેબલ ફ્રન્ટ એક્સલ
  • વધુ મોટું અને વધુ આરામદાયક પ્લેટફોર્મ
  • ફ્રન્ટ વેઇટ કેરિઅર 55kg
  • ન્યુટ્રલ સેફટી સ્વિચ
  • ક્લચ સેફટી લૉક
  • ટ્રાન્સમિશન કવર
  • 60 લીટર ફાઇબર ફ્યુઅલ ટેન્ક

ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચર ચડિયાતી ટેકનોલોજિ ધરાવતા ટ્રેક્ટરોની રેન્જ ઉપરાંત, હૅ અને ફોરેજ ઉપકરણ, પ્લાન્ટર્સ, બૅલર્સ, સ્પ્રૅયર્સ અને ટીલેજ ઉપકરણ જેવાં જમીન તૈયાર કરવાથી માંડીને લણણી સુધીનાં દરેક કામ માટેનાં ફાર્મ ઉપકરણોની સંપૂર્ણ રેન્જ આપે છે. તેની અત્યાધુનિક ટેકનોલોજિ, પાવરફુલ તથા ઇંધણ કાર્યક્ષમ એન્જિનથી સજ્જ ટ્રેક્ટરોની રેન્જ ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહી છે.

ન્યૂહૉલેન્ડ ભારતમાં 4,50,000 સંતુષ્ટ ગ્રાહકો સાથે 1000થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રોના વિસ્તૃત થતા નેટવર્કનો મજબૂત અને વિકસતો જતો બેઝ ધરાવે છે. 1996થી ન્યૂ હૉલેન્ડે ગ્રેટર નોઇડા ખાતે અત્યંત આધુનિક ટ્રેક્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપેલ છે જે તેના આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ્સ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે. કિસાનોની મદદ માટે ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે ટૉલ ફ્રી નંબર 1800 419 0124 સાથે સમર્પિત ગ્રાહક સહાય કેન્દ્ર સ્થાપેલ છે. આ સહાય કેન્દ્ર હિન્દી, અંગ્રેજી તથા અન્ય આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.

https://westerntimesnews.in/news/61919


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.