Western Times News

Gujarati News

ન્યૂહૉલેન્ડ દ્વારા એએએનએચ 3230 ટ્રેક્ટરની સફળતાના 20 શાનદાર વર્ષની ઉજવણી

સીએનએચ ઇન્ડસ્ટ્રીયલ એન.વી. (એનવાયએસઇ:સીએનએચઆઇ/એમઆઇ: સીએનએચઆઇ)ની બ્રાન્ડ ન્યૂહૉલેન્ડ એગ્રીકલ્ચર તેના લોકપ્રિય 3230 ટ્રેક્ટર મોડેલની 20મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

2001માં 3230 રજૂ થયું ત્યારથી, ન્યૂહૉલેન્ડ તેના ઉત્પાદનના બે દાયકા દરમ્યાન તેના વેરિઅન્ટ્સ જેવાં કે 3230 એનએક્સ, 3230 ટીએક્સ તથા 3230 ટીએક્સ સુપર સાથે મોડેલનો વારસો વધુ વિસ્તૃત કર્યો છે.

“વર્ષગાંઠ પર વક્તવ્ય આપતાં ન્યૂહૉલેન્ડના ડાયરેક્ટર ઓફ સેલ્સ શ્રી કુમાર બિમલે જણાવ્યું કે: પાછલા તમામ વર્ષ દરમ્યાન 3230ને સમર્થન આપવા બદલ અમે અમારા ગ્રાહકો પ્રત્યે કૃતજ્ઞતા અનુભવીએ છીએ. મોડેલની અવિરત સફળતા ગ્રાહકોને ન્યૂહૉલેન્ડ બ્રાન્ડમાં વિશ્વાસ હોવાનું દર્શાવે છે.

તે કંપનીની સતત સુધારાલક્ષી નીતિનું પ્રતિબિંબ છે જેના કારણે મોડેલ ભારતીય કિસાનોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ રહેલ છે. ન્યૂહૉલેન્ડ એગ્રીકલ્ચર ઇનોવેશન અને નવી ફાર્મ ટેક્નોલોજિ અપનાવીને કિસાનોનાં જીવનમાં પરિવર્તન લાવવા પ્રતિબદ્ધ છે.”

ન્યૂહૉલેન્ડનું 3230 એવું સૌપ્રથમ મોડેલ હતું જેમાં લિફ્ટ-ઓ-મેટિક, સાઇડ શિફ્ટ કૉન્સ્ટન્ટ મેશ AFD ગિયર બૉક્સ, રિઅલ ઑઇલ ઇમર્સ્ડ મલ્ટીડિસ્ક બ્રેક્સ (OIB), સૉફ્ટેક ક્લચ, ઇકોનોમી પીટીઓ તથા અન્ય નોંધપાત્ર ફીચર્સ સામેલ કરવામાં આવેલ. તેના શક્તિશાળી એન્જિન [વિગતો-ક્ષમતા, આઉટપુટ?] ના કારણે તેની વિશ્વસનીયતા તથા ટકાઉપણા માટેની પ્રતિષ્ઠા સ્થપાઇ છે તથા તેના કારણે 3230ના પુન:વેચાણમાં શ્રેષ્ઠ કીમત મળે છે તથા મોડેલને ગ્રાહકોની લાંબા સમય સુધીની ચાહના પ્રાપ્ત થઇ છે.

3230નું ઉત્પાદન શરૂ થયું ત્યારથી, ન્યૂહૉલેન્ડ 75,000 થી વધુ નંગ વેચ્યા છે. ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતો માટે મોડેલમાં વધુ સુધારા કરવા અને તેનું કેટેગરીમાં અગ્રસર સ્થાન મજબૂત કરવા કંપની પ્રતિબદ્ધ છે.

ન્યૂહૉલેન્ડ એગ્રીકલ્ચર 125 વર્ષ સુધી તેનાં પાયાનાં મૂલ્યો ઉત્સાહ અને ઝનૂન સાથે જાળવી રાખવા અનેક મુશ્કેલીઓ વચ્ચે મક્કમ રહી છે. કંપની ગ્રેટર નોઇડા ખાતે આધુનિક ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે, જે તેનાં અન્ય આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ્સ જેવાં જ સ્પેસિફિકેશન્સ મુજબ બાંધવામાં આવેલ છે.

તેમાં એક સંશોધન અને વિકાસ કેન્દ્ર ઉપરાંત ડીલરો તથા ગ્રાહકો માટેના તાલીમ કેન્દ્રનો સમાવેશ છે. બ્રાન્ડ ભારતમાં 1000 થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રોના વિસ્તરતા જતા નેટવર્ક સહિત 5 લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકોનો આધાર ધરાવે છે. ન્યૂહૉલેન્ડ ગ્રાહક સહાય કેન્દ્ર સમગ્ર ભારતમાં હિન્દી તથા અંગ્રેજી સહિત દસ ભાષાઓમાં સહાય પુરી પાડે છે તથા તેનો સંપર્ક ટોલ-ફ્રી નંબર 1800 419 0124 પર કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.