પંકજા મુંડે ભાજપ સાથે છેડો પણ ફાડી શકે છે?
નવીદિલ્હી, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેએ પોતાના આગામી પગલાને લઇને જારદાર સસ્પેન્સ જાળવી રાખ્યું છે. મુંડે પોતાના નિવેદન અને સોશિયલ મિડિયા પોસ્ટ મારફતે સતત સસ્પેન્સ વધારી રહ્યા છે. ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેએ આજે કહ્યું હતું કે, તેઓ ભાજપના એક ઇમાનદાર કાર્યકર તરીકે રહ્યા છે. પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોથી ખુબ જ આઘાતમાં છે. પાર્ટી માટે હંમેશા કામ કર્યું છે. હવે ૧૨મી ડિસેમ્બરના દિવસે જ વાત કરશે. પંકજાએ આ નિવેદન કરીને એવી અટકળ જગાવી છે કે, પાર્ટી સાથે છેડો પણ ફાડી શકે છે.
અગાઉ ફેસબુક પર પોતાની નારાજગીના સંકેત આપીને જ્યારે પંકજાએ Âટ્વટર પર પોતાના બાયોથી ભાજપ શબ્દને દૂર કર્યા ત્યારથી જ માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપથી અલગ પણ થઇ શકે છે. પંકજાએ આજે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપના ચૂંટણી પ્રતિક કમળ ઉપર પણ પોસ્ટ કર્યા હતા.