પંકજ ત્રિપાઠીએ બીમાર વીનિત કુમારની મદદ કરી
મુંબઈ: બોલિવૂડ એક્ટર વીનિત કુમાર સિંહે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે બીમાર છે અને દવા મેળવવામાં સમસ્યા નડી રહી છે. પણ, હવે એક્ટર વીનિત કુમાર સિંહે જણાવ્યું છે કે મને એક્ટર પંકજ ત્રિપાઠીએ મદદ કરી છે. વીનિત કુમાર સિંહની સમસ્યા વિશે જાણીને એક્ટર પંકજ ત્રિપાઠી તેની મદદ માટે આગળ આવ્યા છે. એક્ટર વીનિત કુમાર સિંહે ટિ્વટ કરતા લખ્યું કે હું બનારસમાં છું
બજારમાં દવા મળી રહી નથી. ખાનગી લેબ કોવિડ ટેસ્ટ કરવા પાંચ દિવસથી અસમર્થ છે. બીમારને શું આપું? તમારા વચન કે પછી અપાર ભીડવાળી રેલીના વિડીયો? જે તમે સતત પોસ્ટ કરી રહ્યા છો? ધિક્કાર છે, સ્વાર્થ આંધળા બનાવી દે છે. જાગો, સામાન્ય માણસ જીવ ગુમાવી રહ્યો છે. એક્ટર વીનિત કુમાર સિંહની આ ટિ્વટ પછી પંકજ ત્રિપાઠીએ તેની મદદ કરી. ત્યારબાદ એક્ટર વીનિત કુમાર સિંહે ટિ્વટ કરતા લખ્યું કે ‘જેઓને શંકા છે
તેઓને જણાવવા માગુ છું કે મારા પરિવારના સભ્યો બીમાર છે, કેટલાંક મિત્રો બીમાર છે અને હું પણ બીમાર છું. મદદ કરવા માટે પંકજ ત્રિપાઠી ભાઈનો આભાર. ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં મારા પાત્રને સુલતાને વાસેપુરમાં ગોળી મારી હતી પણ રિયલ લાઈફમાં મને ગોળી (દવા) મોકલી આપી છે. એક્ટર વીનિત કુમાર સિંહની ટિ્વટ પર રિપ્લાય કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું કે ‘તમામ જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના. બનારસમાં દોસ્તોને વાત કરી અને તેમણે શક્ય મદદ કરી આપી છે. વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર’માં પંકજ ત્રિપાઠી અને વીનિત કુમાર સિંહે સાથે કામ કર્યું હતું. આ સિવાય તેઓ બંનેએ ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં પણ કામ કર્યું છે.