પંચમહાલઃ અકસ્માત બાદ પૂર્વ સાંસદના કાર ચાલકે એસટી બસના ડ્રાઇવરને માર્યો માર
દાહોદ, પંચમહાલ જિલ્લામાં અકસ્માત બાદ મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. હકીકતમાં પંચમહાલના પૂર્વ સાંસદની કાર અને એસ.ટી. બસ વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. જે બાદમાં પૂર્વ સાંસદના કાર ડ્રાઇવરે એસ.ટી. બસ ચાલકને માર માર્યો હતો. અકસ્માત બાદ રોડ પર જ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. આ બનાવ કાલોલની અલીન્દ્રા ચોકડી નજીક બન્યો હતો.
જેમાં પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીની કારને અકસ્માત નડ્યો હતો. જે બાદમાં ગોપાલસિંહ સોલંકીની કારના ચાલકે સરકારી બસના ડ્રાઇવરને માર માર્યો હતો.કારનો ડ્રાઇવર એસ.ટી. બસના ડ્રાઇવરને માર મારતો હોય તેવો વીડિયો કોઈ મુસાફરે પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધો હતો.
આ આખી વાત પોલીસ સુધી પણ પહોંચી છે. એવી પણ શક્યતા છે કે બસમાં કેટલાક એસ.ટી. કર્મીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમણે આ વીડિયો શૂટ કર્યો હતો. આ બનાવ બાદ એસ.ટી.ના કર્મચારીઓમાં પણ રોષ જાેવા મળ્યો છે.
આ બનાવ અંગે પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, “હું મારા ડ્રાઇવર સાથે કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવરે બેદરકારી દાખવી અચાનક બ્રેક મારી હતી.
જે બાદમાં કારને જમણી તરફ લીધી હતી. આ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવરે પણ જાણી જાેઈને કાર જમણી બાજુ લીધી હતી. આ કારણે બસ અને કારની ટક્કર થઈ હતી. અકસ્માતમાં કોઈને ઈજા નથી થઈ. અકસ્મતામાં વોલ્વો કારને બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે.”
પૂર્વ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે,”અકસ્માત બાદ હું ડ્રાઇવર સામે કોઈ ફરિયાદ કરવાનો નથી. અમે ફક્ત વીમાનો ક્લેમ કરીએ છીએ. એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરે મારી ગાડીના ડ્રાઇવરને ફટકાર્યો હતો. અમે કાયદો હાથમાં નથી લીધો. જાે એ લોકો સામેથી ફરિયાદ કરશે તો અમે પછી ર્નિણય કરીશું..”hs3kp