Western Times News

Gujarati News

પંચમહાલના કાલોલમાં ૨ જૂથ વચ્ચે અથડામણમાં પીઆઇ-પીએસઆઇ ઘાયલ

કાલોલ: પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ જિલ્લા એસપી સહિતના કાફલાને દોડી જવું પડ્યું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી કે, જિલ્લામાંથી પોલીસ પાર્ટીને પણ બોલાવવી પડે તેમ છે. અસામજીક તત્વોના આશરે ૧૦૦થી વધુ લોકોના ટોળું બેકાબુ બન્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ટોળાએ તોડફોડ મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયું છે. અને દુકાનો સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોએ ધંધો બંધ કરી ધર તરફ દોડી ગયા હતા. બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું. પોલીસના જવાનો સહિત પીઆઇ અને પીએસઆઇ પણ ઈજાગ્રસ્ત બન્યા છે.

જિલ્લા એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે એસપીના કાફલા પર પણ પથ્થરમારો થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જાે કે, પોલીસે આ ટોળાને કાબુ રાખવા જિલ્લાભરની પોલીસને કોલ આપી દીધો છે. લોકોને પણ દુકાન અને ધંધો બંધ રાખવા અને ઘરમાં રહેવાની અપીલ કરાઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.