Western Times News

Gujarati News

પંચમહાલમાં ટ્રકમાં ભરેલું જેસીબી મશીન જીવંત વીજ લાઈનને અડકી જતાં ક્લીનરનું મોત

દાહોદ: કયારેય સામાન્ય બેદરકારી જીવલેણ બની જતી હોય છે એવી જ ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં બની છે. વાદોડર ગામમાંછી ટ્રકમાં જેસીબી (ંિેષ્ઠા ુૈંર ત્નઝ્રમ્) મશીન ભરી એક ટ્રક પસાર થઈ રહી હતી. દરમિયાન માર્ગ ઉપર પસાર થતી મુખ્ય વીજ લાઇનના જીવંત વીજ વાયરને જેસીબી અડકી ગયું હતું. જેથી વીજ કરન્ટ આખા ટ્રકમાં ફરી વળ્યો હતો. બીજી તરફ વીજ કરન્ટ ફરી વળ્યાની જાણ થતાં કેબીનમાં બેઠેલા ચાલક, ક્લીનર અને અન્ય એક વ્યક્તિ ટ્રકમાંથી ઉતરવાના પ્રયાસ ટાણે ક્લીનર ટ્રકના દરવાજાને પકડી નીચે ઉતરવા જતાં વીજ કરન્ટનો ભોગ બની ઘટના સ્થળે જ મોતને ભેટ્યો છે.

મોરવા હડફ તાલુકાના વંદેલી ગામે જેસીબી મશીન ઉતારવા માટે એક ટ્રક મશીન ટ્રકમાં ભરી વાડોદર ગામના માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી.જેસીબી મશીન ટ્રકમાં ભરેલું હોવાથી જે ટ્રકની બોડી કરતાં પણ ઉંચાઈના ભાગે હતું .જેથી ટ્રક ચાલકે માર્ગ ઉપર પસાર થતી વેળાએ ઉપરના ભાગે પસાર થતી વીજ લાઇન કે વૃક્ષની કાળજી રાખવી અનિવાર્ય થઈ પડે છે.

પરંતુ જેસીબી મશીન ભરી જઈ રહેલા ટ્રકમાં ચાલક,ક્લીનર અને અન્ય એક વ્યક્તિ હતા.વાદોડર ગામમાં ટ્રક પસાર થતી વેળાએ માર્ગ ઉપરથી પસાર થતી વીજ લાઇનને જેસીબી મશીનનો ભાગ અડકી ગયા બાદ ટ્રક ચાલકને જાણ થઈ હતી.

જીવંત વીજ વાયર લોખંડના મશીનના સંપર્કમાં આવતાં જ ટ્રક અને જેસીબી મશીનમાં હેવી વીજ લાઈનનો કરન્ટ ફરી વળ્યો હતો. બીજી તરફ વીજ કરન્ટ ટ્રકમાં પ્રસરી ગયાની જાણ થતાં જ ચાલક અને અન્ય એક વ્યક્તિ સાવચેતી વાપરી ટ્રકના કોઈપણ ભાગના સંપર્કમાં ન આવી જવાય એવી રીતે કેબીન માંથી નીચે કૂદી ગયા હતા જેથી બંનેનો આબાદ બચાવ થયો હતો.

જયારે ક્લીનર સર્જન બારીયા ટ્રકના કેબીન માંથી નીચે ઉતરતી વેળાએ ટ્રકની બોડીના સંપર્કમાં આવી જતાં વીજ કરન્ટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.બનાવની જાણ થતાં જ મોરવા હડફ પીએસઆઇ અને વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.વીજ લાઈનનો પુરવઠો બંધ કરાવવામાં આવ્યા બાદ ટ્રકને લાઇન નીચેથી દૂર કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.