પંચમહાલમાં 47 રેશનિંગના દુકાનદાર પાસેથી 64,026 નો દંડ વસૂલાયો
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા પંચમહાલ જિલ્લામાં આવેલ સરકારી અનાજની દુકાનોમાં પુરવઠા વિભાગ દ્વારા અવાર નવાર તપાસ હાથ ધરવામાં આવે છે .
ગત માસમાં જિલ્લા પુવરઠા વિભાગે જિલ્લાની રેશનિંગ અનાજની અનેક ફરિયાદો મળી હતી.
જેને લઇને વિભાગ દ્વારા રેશનિંગ દુકાનમાં સ્ટોક પત્રક , જથ્થો સહિત અનેક કારણોની તપાસ હાથ ધરવામાં આવે છે .
ગત માસમાં 54 રેશનિંગ દુકાનમાં સ્ટોરમાં તફાવત તથા ટેકનિકલ ક્ષતિ જેવી ગેરરીતિ મળી આવતાં તમામને નોટિસ ફટકારવમા આવી હતી.
પુરવઠા વિભાગે 54 તપાસોમાં 47 દુકાનોની ફરિયાદોનો નિકાસ કરીને તેઓની ડિપોઝિટમાંથી રકમ રૂ .35,500 તથા રૂા .28526 નો દંડ મળીને કુલ રૂા . 64026 નો દંડ વસૂલ્યો હતો .