પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખેતી કાર્યમાં જાેડાયા
પંચમહાલ જીલ્લાના ખેડૂતોએ ટ્રેકટર વડે ખેતરમાં ખેડવાની કામગીરી શરૂ કરી છે.ચોમાસાની સિઝન શરૂ થતા પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખેતી કાર્યમાં જાેડાયા છે. હાલમાં સિઝનનો પહેલો વરસાદ બાદ હવે ખેતરોમાં ખેડૂતોએ ટ્રેક્ટર વાળા ખેડવાનું કામ શરૂ કરી દીધું છે.
હવે બળદો જાેડીને ખેડવાની કામગીરી પહેલાના સમયમાં કરવામા આવતી હતી. હવે તેનુ સ્થાન ટ્રેકટરે લીધુ છે.ત્યારબાદ હાલમાં ડાંગરના ધરૂની વાવણી પણ કરી દીધી છે.
જિલ્લાના શહેરા તાલુકામાં મુખ્યત્વે ડાંગર અને મકાઈ ની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.હવે ખેડૂત દ્વારા ખેતરની કામગીરી બાદ મકાઈ,તુવેર સહિતની વાવણી કાર્યની ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવશે.તસવીરમા શહેરા પંથકમા આવેલા એક ખેતરમાં ટ્રેકટર વડે ખેડૂત ખેડવાની કામગીરી કરતા નજરે પડે છે.