પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી

જિલ્લાના 6,10,639 બાળકોને આંગણવાડી કેન્દ્રો-શાળાઓ ખાતે કૃમિનાશક ગોળી આપવાનું આયોજન
ગોધરા: પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે 27મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના 1 થી 19 વર્ષના 6,10,639 બાળકોને આંગણવાડી કેન્દ્રો-શાળાઓ ખાતે કૃમિનાશક દવા આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્ષમાં બે વાર નેશનલ ડિવોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત 1 થી 19 વર્ષના બાળકોને કૃમિનાશક દવા આલ્બેંડાઝોલ આપવામાં આવે છે.
આ શ્રેણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરાની અમન-ડે સ્કૂલ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ 1 થી 19 વર્ષના બાળકોના વાલીઓને પોતાના બાળકોને એનીમિયાથી બચાવવા માટે પાસેના આંગણવાડી કેન્દ્ર કે સ્કૂલમાં લઈ જઈ કૃમિ નાશક દવાનો ડોઝ અપાવવા અપીલ કરી છે.