પંચમહાલ જિલ્લામાં ટ્રીપલ તલ્લાકનો પ્રથમ કેસ નોંધાયો
પરિણીતા પાસે દહેજની માગણી કરી પતિ મારઝૂડ કરતો હોવાથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગોધરા, ગોધરા શહેરની પરિણીતાને પતિ દ્વારા ત્રાસ આપી દહેજની માંગણી કરી ટ્રીપલ તલ્લાક આપતા પરિણીતાએ પંચમહાલ જીલ્લા મહિલા પોલીસ મથકે તેના પતિ , સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રીપલ તલ્લાક પ્રતિબંધક ધારા સહિતની જોગવાઈ મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ પતિ – સસરાની એલસીબી અને મહિલા પોલીસ ટીમે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે .
ગોધરા શહેરમાં રહેતી પરિણીતાના બે વર્ષ અગાઉ ગોધરા શહેરની સલામત સોસાયટીમાં રહેતાં મોહંમદ આદિલ નિસાર બડગા સાથે બે વર્ષ અગાઉ સામાજીક રિતિ રીવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા . દરમિયાન પ્રારંભિક તબક્કામાં સંસારિક જીવન સારૂ ચાલ્યું હતું.ત્યારબાદ અચાનક જ તેના પતિ દ્વારા તેણીના ચારિત્ર્ય ઉપર શંકા કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો .
ત્યારબાદ દહેજની માંગણી કરવામાં આવતી હતી . દરમિયાન તેણી ના માતા પિતા અને બે મામાની હાજરીમાં ૨૪ એપ્રિલના રોજ ટ્રીપલ તલ્લાક આપી દીધા છૂટાછેડા આપી દીધા હતા . જેથી ઉપરોક્ત બાબતે પરિણીતાએ તેના પતિ આદિલ , સસરા નિશાર અને સાસુ સામે ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .
પંચમહાલ જિલ્લામાં ઉક્ત પ્રથમ ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી . જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને આ ગુનાના આરોપીઓ પોતાના ઘરે હોવાની જાણકારી મળી હતી . જે આધારે એલસીબી પીએસઆઈ ઈશ્વરસિંહ સીસોદીયા અને ટીમે મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફને સાથે રાખી ગોધરા સલામત સોસાયટીમાં જઈ મોહંમદ આદિલ અને નિશાર બડગાની ધરપકડ કરી કાર્યવાહી કરી છે . છે .
આ ગુનાની વધુ તપાસ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી ડીવાયએસપી સી.સી ખટાણાએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં મુસ્લિમ મહિલા લગ્ન રક્ષણ અધિનિયમની જોગવાઈ મુજબ આ પ્રથમ ગુનો નોંધાયો છે . આ ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે .
જેથી સમાજ અન્ય કોઈ મહિલાને તેના પતિ દ્વારા આ પ્રકારે મારઝૂડ કરી ત્રાસ આપી છુટાછેડા આપવા માટે ટ્રીપલ તલ્લાકનો ઉપયોગ કરતાં બનાવ અટકી શકે . તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા