પંચમહાલ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૫,૦૭૭ જન અરજીઓનો હકારાત્મક નિકાલ
ગોધરા:પંચમહાલ જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાઓમાં પાચમા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમો યોજાયા હતાં જેમાં ૫,૦૭૭ જન અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ વિધવા સહાય પેન્શનના મંજુરી હુકમો અને સેવાઓ અરજીકર્તાઓને પુરી પાડવામાં આવી હતી. કુલ ૧૪ ગામના લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.
જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાએ, ગોધરા તાલુકાના રીંછરોટા અને હાલોલ તાલુકાના સોનીપુર ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત કરી હતી. તેમણે અરજદારોને સરકારની યોજનાઓ અને સેવાઓનો વધુ ને વધુ લાભ લેવા જણાવ્યું હતું તથા કર્મચારીઓને ઝડપી સેવાઓ અરજદારોને ઉપલબ્ધ કરાવવા મોટીવેટ કર્યા હતાં.
ગોધરા તાલુકાના રીંછરોટા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુલ ૨,૮૧૬ અને હાલોલ તાલુકાના સોનીપુર ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુલ ૨,૨૬૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં આગામી તા. ૧૦/૦૧/૨૦૨૦ના રોજ જાંબુઘોડા તાલુકાના દિલગામ ખાતે, ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે, શહેરા તાલુકાના વાઘજીપુર ગામે, હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે અને ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે સેવા સેતુના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યાં છે.