પંચમહાલ જિલ્લામાં રક્તદાન શિબિરો યોજાઈ

305 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
ગોધરા: પોષણ અભિયાન 2020-22 અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરો યોજાઈ હતી. પોષણ અભિયાનના ભાગરૂપે અલગ-અલગ તાલુકાઓમાં કુલ 8 બ્લડ ડોનેશન શિબિરો યોજવામાં આવી હતી, જે અંતર્ગત ઘોઘંબા ખાતે 28 યુનિટ, કાલોલ ખાતે 54 યુનિટ, ગોધરાથી 55 યુનિટ, ટુવા ખાતે 44 યુનિટ, શહેરા ખાતે 38 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગોધરા ખાતે 37 યુનિટ અને મોરવા હડફ ખાતે 19 યુનિટ રક્તનું દાતાઓએ દાન કર્યું હતું. આ કેમ્પો થકી 305 યુનિટ રક્ત મેળવવામાં આવ્યું છે.
આ જ શ્રેણીમાં તા.30/01//2020ના રોજ રેફરલ હોસ્પિટલ અને કાંકણપુર તેમજ કાલોલના સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ વેજલપુર અને શિવરાજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, અને તા. 31/01/2020ના રોજ શહેરા, મોરવા હડફ તથા ઘોઘંબાના સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એસ.કે.મોઢે જણાવ્યું હતું કે રક્તદાન દ્વારા એકત્રિત થયેલ આ રક્ત ગંભીર પ્રકારના પાંડુરોગવાળી સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કુપોષિત બાળકો, કિશોરીઓ અને સિકલસેલ તેમજ થેલીસિમીયાના દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. તેમણે જિલ્લાના વધુને વધુ નાગરિકો આ સેવાયજ્ઞમાં જોડાઈને રક્તદાન કરે તેવી જાહેર અપીલ કરી હતી.