પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પ્રવિણા ડી.કે એ પદભાર સભાળ્યો
ગોધરા, તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે કચ્છના કલેકટર પ્રવિણા ડી.કે.ની નિયુક્તિ કરવામાં આવી હતી,
જિલ્લાના પૂર્વ કલેકટર અમિત અરોરા દ્વારા પંચમહાલ જિલ્લાનો કલેકટર તરીકેનો ચાર્જ છોડવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડી કે પ્રવિણા દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળવામાં આવ્યો હતો.નવનિયુક્ત જિલ્લા કલેકટર ડી કે પ્રવિણા દ્વારા પંચમહાલ જિલ્લાની વિકાસયાત્રાને આગામી સમયમાં આગળ ધપાવવામાં આવશે.