પંચમહાલ: વિકાસના કામોમાં ગેરરીતી આચરવામા આવી હોવાના આક્ષેપ

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલૂકાની ચલાલી ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં ગેરરિતી, સાથે તંત્રને જાગૃત કરવા નાગરિકોનું આવેદન પત્ર
(પ્રતિનિધિ) કાલોલ, પંચમહાલ જીલ્લાના કાલોલ તાલૂકામાં આવેલી ચલાલી ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાના વિકાસના કામોમા ગેરરીતી આચરવામાં હોવાના આક્ષેપ સાથે જાગૃત ગ્રામજનો દ્વારા જીલ્લા વહીવટી તંંત્રને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમા આક્ષેપ કરવામા આવ્યો છે.
સ્વચ્છ ભારતની સૂત્રને સાર્થક કરવા માટે શૌચાલયો બનાવામાં આવે છે.તેમાં ગેરરીતી આચરવામા આવી છે.શૌચાલય માટે ૧૨,૦૦૦ રૂપિયા ચૂકવામાં આવે છે.પણ લાભાર્થીને ૮૦૦૦ રૂપિયા મળે છે.અને લાભાર્થી શૌચાલયથી વંચિત રહે છે.વધુમા જણાવાયુ છે. ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડતી મનરેગા યોજનામાં ગેરરીતી આચરવામાં આવી છે.
૨૦૧૭થી ૨૦૨૧ સુધી જે જાેબકાર્ડ ઇસ્યુ કરવામા આવ્યા છે.તે તદ્દન બોગસ છે.જેમા ગરીબ લોકોને રોજગારી મળતી નથી.ગામમા ભાથીજી મંદિરથી હવેલી સુધીનો રસ્તો ખરાબ હોવાથી મચ્છરજન્ય રોગોની પરિસ્થીતી ઉદભવી શકે છે.તેની રજુઆત કરવા છતાય પગલા ભરવામાં આવ્યા નથી.
વધૂમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ મળ્યો નથી.જેમને લાભ મળવાપાત્ર નથી તેવા લોકોને લાભ આપવામા આવ્યો છે.આવાસ યોજનાનો પહેલો હપ્તો મળ્યો છે.બીજાે હપ્તો મળ્યો નથી.તેમજ ચલાલી ગ્રામ પંચાયતને મળેલી ગ્રાન્ટો મૂજબના કાર્યોની સ્થળ તપાસ કરવામા આવે તેવી રજૂઆત કરવામા આવી છે.
વધુમાં લેખિત રજૂઆતની નકલ હાલમા નવનિયૂક્ત મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વિજીલીયન્સ કમિશ્નર, ગાંધીનગર ને પણ રવાના કરવામાં આવી છે.અને આ ગેરરીતી આચરનારાઓ સામે પગલા ભરવાની માંગ કરવામા આવી છે.*