પંચમહાલ LCB પોલીસ દ્વારા મકાનમાં છૂપાવી રાખેલો દારૂ ઝડપી પાડ્યો

શહેરા,શહેરા તાલુકાના ઝોઝ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ પાનમ કેનાલ પાસે આવેલા પાકા ધાબાવાળા મકાનમા સંતાડી રાખેલા વિદેશી દારૂ ભરેલ કવાટરીયા તથા બીયર ટીનની નાની મોટી બોટલો નંગ-૪૨૦ રૂપિયા ૩૨,૯૨૮ નો પ્રોહી મુદ્દામાલ પંચમહાલ જીલ્લા LCB પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો છે.
પંચમહાલ જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પરમારનાઓએ જીલ્લામા દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવામા આવી છે, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે,શહેરા તાલુકાના ઝોંઝ ગામે હોળી ફળીયામાં રહેતો બીપીનભાઈ સુખાભાઈ બારીઆ નાની તેના કબજા ભોગવટના ઝોઝ ગામે પસાર થતી સુજલામ સુફલામ પાનમ કેનાલ પાસે આવેલા ખેતરમા બનાવેલ કોટવાળા પાકા મકાનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી ધંધો કરે છે
તેવી મળેલ બાતમી આધારે ગોધરા એલ.સી.બી, સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા ૩૨,૯૨૮ રૂપિયા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બીપીનભાઈ સુખાભાઇ બારીઆ રહે. ઝોઝ હોળી ફળીયું તા.શહેરા જી.પંચમહાલ,આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.