પંચવટીમાં આવેલી બેંકનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, ઘરફોડ ચોરી કરતા તસ્કરો હવે બેંક એટીએમને પણ નિશાન બનાવી રહયા છે જાેકે બેંક એટીએમની સુરક્ષા મજબુત હોવાથી મોટાભાગની ચોરીઓ નિષ્ફળ જાય છે આવો જ પ્રયાસ એક ચોર દ્વારા પંચવટી ચાર રસ્તા નજીક આવેલા એટીએમમાં કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કદ થઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે પંચવટી પાંચ રસ્તા પાસે થર્ડ આઈ બિલ્ડીંગમાં બંધન બેંક આવેલી છે સોમવારે સવારે બેંકનો સ્ટાફ આવતા સિકયુરીટી ગાર્ડે એટીએમનું બોર્ડ પડેલું જાેતા અંદર તપાસ કરી હતી જેમાં એટીએમ બંધ હતુ તથા એટીએમના અન્ય દરવાજાનું ડીજીટલ લોકર પણ તુટેલું જણાણા તેમણે બ્રાંચ મેનેજર મહેન્દ્રપાલસિંગ જેતાવતને જાણ કરી હતી.
મહેન્દ્રપાલસિંગ બેંક પર આવીને જાેયા બાદ સીસીટીવી કુટેજ તપાસતા રવિવારે વહેલી સવારે એક અજાણ્યો ઈસમ લોખંડનું સાધન લઈ એટીએમમાં ઘુસતો દેખાયો હતો જેણે એટીએમ તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ જતા તે ભાગી ગયો હતો.
એટીએમ તુટવાની ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મેનેજરની ફરીયાદ લઈ સીસીટીવીને આધારે તસ્કરની શોધ શરૂ કરી છે.