Western Times News

Gujarati News

પંચાયતના સભ્યએ RTI મુજબ માહિતી કેમ માંગી છે તેમ કહી એક ઈસમે જાનથી મારી નાંખવાની ધમકી આપી

(પ્રતિનિધિ)ભરૂચ, આરટીઆઈ મુજબ માહિતી માંગનાર નાગરિકે દુમાલા વાઘપુરા પંચાયતના સદસ્ય સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે રહેતા અજય ચુનીલાલભાઈ વસાવા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત બુધવારના રોજ અજય વસાવા તેના ઘરે જતો હતો તે વખતે ઉમલ્લા ચોકડી ઉપર મનુ મોહન વસાવા, સંજય જાનીયા વસાવા અને પ્રેમદાસ રામદાસ વસાવા નાઓ ઉભા હતા અને અજયને બૂમો પાડી કહેવા લાગેલા કે આ બાજુ આવ આજે તો તને મારી નાખીશું, તે કેમ દુમાલા વાઘપુરા પંચાયતમાં ગામના વિકાસ બાબતે આરટીઆઇ એકટ હેઠળ માહિતી માંગેલ છે,

તેમ કહી અજય સાથે બોલાચાલી કરી તેને માં બેન સમાણી ગાળો બોલવા લાગેલા, અજય તેની મોટરસાઈકલ લઈ તેના ઘર તરફ જતો રહ્યો હતો. ત્યારબાદ તે જ રોજ સાંજે અજય તેની પત્ની સુનીતા સાથે ખેતરે જતો હતો તે વખતે તે ત્રણેય ઇસમો અજયના ખેતરના શેઢા પર મંદિર આવેલ છે

ત્યાં હાજર હતા અને તે વખતે પણ બૂમો પાડી કહેતા હતા કે દુમાલા વાઘપુરા પંચાયતના તલાટી પણ અમારી સાથે છે તું ગમે તેટલી આરટીઆઇ કરજે તને કંઈ મળશે નહીં તેમ કહી કહેતા હતા કે એકાદ દિવસે તુ બીજીવાર એકલો મળજે તને પતાવી દઇશું એમ કહી માં બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,

તે દરમિયાન પણ અજય તેની મોટરસાઈકલ લઈ પરત ઘરે આવી ગયો હતો. અજય વસાવા ને બે વખત પંચાયતના સભ્ય સહિત તેના મળતિયાઓ એ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેને પોતાનું જાનનું જાેખમ લાગતાં તેણે ગતરોજ (૧) મનુ મોહનભાઈ વસાવા (૨) સંજય જાનીયા ભાઈ વસાવા (૩) પ્રેમદાસ રામદાસ વસાવા (દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતનો સદસ્ય) વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.