પંચાયતની બેઠકમાં મહિલાને નગ્ન કરીને તેના સાથે મારપીટ કરી ગામમાં ફેરવી
કોલકતા: પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. બંગાળના અલીપુરદુઆર ખાતે એક મહિલાને વિવાહેત્તર સંબંધો હતા. આ કારણે નારાજ સ્થાનિક લોકોએ પંચાયતની બેઠકમાં મહિલાને નગ્ન કરીને તેના સાથે મારપીટ કરી હતી અને પછી ગામમાં ફેરવી હતી. ક્રૂરતાની હદ ત્યાં આવી કે ગામના લોકોએ મહિલાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો.
આ વાયરલ વીડિયો જાેયા બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી અને અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ પંચાયતની બેઠકમાં વિવાહેત્તર સંબંધના આરોપસર આદિવાસી મહિલાને ર્નિવસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો અને ગામમાં ફેરવવામાં આવી હતી. આ દરમિયાન તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. આ શરમજનક ઘટના ગુરૂવારે બની હતી
પરંતુ રવિવારે રાતે તેનો ખુલાસો થયો હતો.આ સમગ્ર ઘટના અલીપુરદુઆર જિલ્લાના કુમારગ્રામ પ્રખંડના આદિવાસીઓના આંતરિયાળ ગામડાની છે. જાણવા મળ્યા મુજબ પીડિત મહિલાને વિવાહેત્તર સંબંધો હતા અને તે ૬ મહિના પહેલા ગામ છોડીને અન્ય પુરૂષ સાથે જતી રહી હતી.
પરંતુ તે પુરૂષ સાથેના સંબંધો ખરાબ થતાં તે પોતાના પતિ પાસે પાછી ફરી હતી. આ કારણે ગામના વડીલો નારાજ થયા હતા અને તેમના કહેવા પર મહિલા અને તેના પતિને હેરાન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વડીલોએ તે દંપતીને ગુરૂવારે બપોરે પંચાયતની સભામાં હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.