પંચાયત, શહેરી વિકાસના કર્મચારીઓને રસી મૂકવામાં આવશે ઃ ૩.૩ લાખ કોરોના વોરિયર્સ વેક્સિન લેશે
અમદાવાદ, ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું હતું. એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.
બીજા તબક્કામાં કુલ ૩.૩ લાખ કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
આજે ગુજરાતભરના પોલીસકર્મી, હોમગાર્ડ, એસઆરપી જવાનોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. તો મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય કેટલાક વિભાગના કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી હતી.
કોરોના રસીકરણના બીજા તબક્કામાં અંદાજે ૩.૩ લાખ કમર્ચારીઓને આવરી લેવાશે. દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી શરુ થયેલા વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી રાજ્યના ૨,૪૫,૯૩૦ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી ૫૦% હેલ્થ વર્કર્સ દ્વારા રસી લેવામાં આવી છે, જેમાંથી એકપણ કિસ્સામાં કોઈ ગંભીર આડઅસર જાેવા મળી નથી.
અમદાવાદમાં સિવિલ મેડિસિટીમાં કોરોના રસીકરણ મહાઅભિયાન યોજાયું હતું. જેના માટે કુલ ૧૬ વેક્સિનેશન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ૨૧૦૦ જેટલા પોલીસકર્મીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.
અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી.
વડોદરામાં આજે આરોગ્ય અને પોલીસ વિભાગનાં વોરિયર્સ રસી લેશે. પોલીસ અને પાલિકાનાં વડા કોરોના રસી મૂકાવી હતી. વડોદરાનાં પોલીસ કમિશ્નર શમશેરસિંગ પણ રસી લીધી હતી. મ્યુ.કમિશ્નર સ્વરૂપ પી. પણ કોરોના રસી મૂકાવી હતી.
બંને કોરોના વોરિયર્સ સયાજી હોસ્પિટલ ખાતે રસી લેશે. તો જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ પોર ખાતે રસી લેશે. શહેર જિલ્લાનાં ૧૧ કેન્દ્રો ખાતે આજે કોરોના રસીકરણ અભિયાન ચાલશે. આજે શહેરમાં ૩૫ સ્થળે સાત હજાર વોરિયર્સને રસી અપાશે. અત્યાર સુધી ૫૯.૪૫ ટકા હેલ્થ વર્કર્સને રસી અપાી હતી.