પંચાયત-૨નું ટ્રેલર જાેઈને ખુશ થઈ ગયા જીતુ ભૈયાના ફેન્સ

મુંબઈ, OTT પ્લેટફોર્મ પર વેબ સીરિઝ Panchayatની બીજી સિઝનનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. જ્યારથી બીજી સિઝનની જાહેરાત થઈ છે ત્યારથી ફેન્સ રાજીના રેડ થઈ ગયા છે અને આતુરતાથી તેની રાહ જાેઈ રહ્યા છે. પંચાયત ૨નું ટ્રેલર પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ટ્રેલરમાં જાેઈ શકાય છે કે ગ્રામ પંચાયતના સેક્રેટરી તરીકે જીતેન્દ્ર કુમારની જવાબદારીઓ વધવાની છે. .
જીતેન્દ્ર કુમારને ફેન્સ જીતુ ભૈયા તરીકે ઓળખે છે. નોંધનીય છે કે આ સિઝનમાં પણ પ્રથમ સિઝનની જબરદસ્ત કાસ્ટ જાેવા મળશે, જેમ કે નીના ગુપ્તા, રઘુવીર યાદવ વગેરે. પંચાયતની પ્રથમ સિઝનને ખબૂ સફળતા મળી હતી. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી તેના મીમ્સ અને વીડિયો ફરી રહ્યા છે. આગામી સિઝનમાં પણ લોકોને અભિષેકના જીવનની આગળ વધતી સ્ટોરી જાેવા મળશે.
સીરિઝમાં જીતેન્દ્ર કુમારે અભિષેક નામના યુવકનો રોલ કર્યો છે જેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને ફુલેરા નામના ગામમાં સેક્રેટરી તરીકેની સરકારી નોકરી કરી રહ્યો છે. ઉત્તરપ્રદેશના એક ગામમાં તેનું પોસ્ટિંગ થયું છે. અભિષેક અહીં નોકરીની સાથે સાથે ઝ્રછ્ની પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો છે.
પંચાયતની બીજી સિઝનમાં બિસ્વાપતિ સરકાર, ફૈસલ મલિક, ચંદન રોય અને પૂજા સિંહ પણ જાેવા મળશે. બીજી સિઝનમાં પ્રધાન, વિકાસ, પ્રહલાદ અને મંજુ દેવી જેવા પાત્રો પણ જાેવા મળશે. આ સિઝનમાં પ્રધાનજીની દીકરી સાથે અભિષેકની મિત્રતાનો ટ્રેક પણ જાેવા મળશે. આ વર્ષે સૌથી વધારે રાહ પંચાયતની બીજી સિઝનની જાેવાઈ રહી છે.
લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ ઓટીટી પ્લેટફોર્મની કેજીએફ છે. અમે આતુરતાથી પાર્ટ ૨ની રાહ જાેઈ રહ્યા છીએ. ૧૧ દિવસ જાણે ૧૧ કલાક જેવા લાગી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે, લોકડાઉન ૨૦૨૦ દરમિયાન પંચાયતની સિઝન ૧ આવી હતી જે સૌથી સારી વાત બની હતી.SSS