પંચાયત ૩ માં દર્શાવામાં આવેલું ફૂલેરા ગામ યુપીના બલિયા જીલ્લાનું નથી
આ ગામનું ઓરીજનલ લોકેશન ક્યાં છે ?
એમપીના સિહોર જિલ્લાની મહોડિયા ગ્રામ પંચાયત કે જ્યાં આ સિરીઝનું શૂટિંગ થયું હતું તે રાતોરાત ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે
મુંબઈ,વેબ સિરીઝ પંચાયત ૩ના આગમન સાથે ફૂલેરા ગામ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ગામની ચોક્કસ લોકેશન વિશે ઘણી શોધ કરી રહ્યા છે. જો તમે પણ આ ગામની વાસ્તવિકતા વિશે જાણવા માંગતા હોવ તો અમે તમને આના વિશે માહિતગાર કરીશું. વેબ સીરીઝમાં બતાવાયું યુપી કનેક્શન – ખરેખર, પંચાયત ૩ વેબ સીરીઝમાં ફૂલેરા ગામ બતાવવામાં આવ્યું છે તે યુપીના બલિયા જિલ્લામાં છે. યુપીના આ ગામનું લોકેશન સર્ચ કરીને યુઝર્સ પરેશાન થઇ ગયા.
આ ગામનું ચોક્કસ સ્થાન હજુ સુધી મળ્યું નહીં કારણ કે વાસ્તવમાં ફિલ્મનું શૂટિંગ એમપીના સિહોર જિલ્લાના મહોડિયા ગ્રામ પંચાયતમાં થયું હોવાનું બહાર આવ્યું હતું. પંચાયત ૩ વેબ સિરીઝની તમામ સિઝન આ ગામમાં જ શૂટ કરવામાં આવી છે.ઘણી તપાસ પછી જાણવા મળ્યું કે પંચાયત ૩માં દર્શાવવામાં આવેલા ફૂલેરા ગામનું યુપીના બલિયા સાથે નહીં પરંતુ મધ્યપ્રદેશ સાથે સિંહોર સાથે કનેક્શન છે , યુઝર્સ તેના લોકેશનને લઈને સર્ચ કરી રહ્યા છે. મહત્વનું છે કે પંચાયતની નવી સીઝન લોકોને ખુબ પસંદ આવી રહી છે.
એમપીના સિહોર જિલ્લાની મહોડિયા ગ્રામ પંચાયત કે જ્યાં આ સિરીઝનું શૂટિંગ થયું હતું તે રાતોરાત ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. લોકો આ ગામ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે. આસપાસના લોકો તેને ફુલેરાના નામથી બોલાવવા લાગ્યા છે. ફિલ્મ યુનિટને આ લોકેશન ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે આ ગામના લોકો ખૂબ માયાળું છે.શૂટિંગ દરમિયાન ટીમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કદાચ આ જ કારણ છે કે દરેક સિઝનમાં આ ગામમાં શૂટિંગ કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સીઝન ૩નું શૂટિંગ ગયા વર્ષે જૂનમાં થયું હતું. તેને પૂર્ણ કરવામાં ટીમને બે મહિના લાગ્યા હતા.ss1