Western Times News

Gujarati News

પંજશીરમાં પાક. એરફોર્સે ડ્રોન હુમલો કર્યાનો દાવો

નવી દિલ્હી, પંજશીર ઘાટીમાં કબજાે જમાવવાની દરેક શક્ય કોશિશ કરી રહેલા તાલિબાનને પાકિસ્તાનનો ભરપૂર સાથ મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંજશીરમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા ડ્રોન હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદે આ દાવો કર્યો છે.

આ હુમલામાં મોડી રાતે દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ઇીજૈજંટ્ઠહષ્ઠી હ્લર્ષ્ઠિી ના પ્રવક્તા અને અહમદ મસૂદના નીકટના ફહીમ દશ્તી અને અહમદ મસૂદના સંબંધી જનરલ અબ્દુલ વાદુદના મોત થયા. અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જિયા આર્યનીજહાદ અને સ્વિટ્‌ઝરલેન્ડ સ્થિત અફઘાન દૂતાવાસના રાજદૂત તથા સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ નાસિર અહમદ અંદિશાના જણાવ્યાં મુજબ પંજશીરમાં પાકિસ્તાન એરફોર્સના ડ્રોન અને હેલિકોપ્ટર હુમલામાં ફહીમ દશ્તી અને અહમદ મસૂદના જીવ ગયા છે.

તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર ઘાટી પર કંટ્રોલ મેળવી લીધો છે. આ બાજુ પંજશીર રેઝિસ્ટન્સ ફ્રંટનો દાવો છે કે હજુ તેમનો કબજાે થયો નથી. અત્રે જણાવવાનું કે હાલ પંજશીર પ્રાંતને બાદ કરતા સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજાે થઈ ગયો છે.

તાલિબાન આ અઠવાડિયે સરકાર બનાવી શકે છે. અફઘાન મીડિયાનું એક ગ્રુપ આ હુમલા બાદ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ અને નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના કમાન્ડર અહમદ મસૂદના અફઘાનિસ્તાન છોડીને તાઝિકિસ્તાન ભાગવાની વાત કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અફઘાન મીડિયાનું બીજું જૂથ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના હવાલે આ દાવાને ફગાવી રહ્યું છે અને કહે છે કે અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ બંને હાલ પંજશીરમાં જ કોઈ ગુપ્ત સ્થળે છૂપાયેલા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.