પંજશીર પર તાલિબાને કબ્જાે કર્યાની વાત ખોટી: અમરુલ્લાહ સાલેહ

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાને શુક્રવારે દાવો કર્યો કે તેમણે પંજશીર પર કબ્જાે કરી લીધો છે. તેમજ મીડિયા સામે દાવો કર્યો કે પોતાને અફઘાનના રાષ્ટ્રપતિ જાહેર કરનાર અમરુલ્લા સાલેહ પણ પંજશીરમાંથી ભાગી ગયા છે. આ તમામની વચ્ચે અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અને પંજશીરથી તાલિબાનને પડકાર આપી રહેલા અમરુલ્લાહ સાલેહે પોતે એક વીડિયોના માધ્યમથી સામે આવ્યા છે અને તેમણે કહ્યું કે તે દેશ છોડીને ભાગ્યા નથી. તેમણે કહ્યું કે તે પંજશીર ઘાટીમાં જ છે અને રેસિસ્ટેન્સ ફોર્સના કમાન્ડર અને રાજનીતિક હસ્તિઓની સાથે છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ અમરુલ્લાહ સાલેહે તાલિબાનના કબ્જાની વાતને ફગાવી દીધી છે અને કહ્યું કે પંજશીર ઘાટી પર ગત ૪-૫ દિવસથી તાલિબાન અને અન્ય દળો હુમલો કરી રહ્યા છે. પરંતુ વિદ્રોહિઓ દ્વારા હજુ સુધી આ ક્ષેત્ર પર કબ્જાે કરાઈ શક્યો નથી. તેમણે આગળ વધુંમાં કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટમાં એવી વાત ફેલાઈ છે કે હું દેશ છોડી ભાગી ગયો છુ. આ બિલકુલ પાયાવિહોણી વાત છે. આ મારો અવાજ છે. હું તમને પંજશીર ઘાટીના મારા બેસ પરથી કોલ કરી રહ્યો છું. હું મારા કમાન્ડો અને પોતાના રાજનીતિક નેતાઓની સાથે છું.
તાલિબાનના હુમલા અંગે વાત કરીએ તો અમુરુલ્લાહ સાલેહે કહ્યું કે અમે સ્થિતિનું આંકલન કરી રહ્યા છીએ. બિલકુલ કપરી સ્થિતિ છે અમે તાલિબાન, પાકિસ્તાનીઓ અને અલકાયદા અને અન્ય આતંકવાદી ગ્રુપના આક્રમણના આધિન છીએ.
અમારો મેદાન પર કબ્જાે છે. અમે હજું વિસ્તાર નથી ગુમાવ્યો. તેમણે આગળ કહ્યું કે ગત ૪-૫ દિવસમાં તાલિબાને પોતાનું આક્રમણ તેજ કર્યુ છે. જાે કે તાલિબાનને હજું સુધી કોઈ ફાયદો નથી થયો. આ હુમલામાં તેમના કેટલાક લોકો માર્યા ગયા અને અમારા પણ.
એક વીડિયો સંદેશમાં સાલેહે કહ્યું કે હું આ વીડિયોના માધ્યમથી તમને આશ્વસ્ત કરવા ઈચ્છું છું કે આ સમયે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે કે હું ઘાયલ છુ કે ભાગી ગયો છું તે પાયાવિહોણું અને જૂઠાણું છે. સંઘર્ષ ચાલુ રહેશે. હું અહીં મારી માટી સાથે છું. પોતાની ધરતી અને તેની ગરિમાની રક્ષા કરવા માટે છું. સાલેહે કહ્યું કે અમે તાલિબાનની સામે ક્યારેય નહીં ઝૂકવાની કસમ ખાધી છે.HS