Western Times News

Gujarati News

પંજાબઃ ઝેરી દારૂ પીવાથી ૨૧નાં મોત, મુખ્યમંત્રીએ સીટની રચના કરી તપાસના આદેશ આપ્યા

અમૃતસર, પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારણમાં ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી ૨૧ લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસે ઝેરી દારૂ બનાવનારા કેટલાંક લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ તારસિક પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં સીટની રચના કરવામાં આવી છે. જે આખા મામલાની તપાસ કરશે. કેસની માહિતી આપતાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે આખા મામલાની તપાસ કરશે. કેસની માહિતી આપતાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રથમ પાંચ મૃત્યુ ૨૯ જૂનની રાત્રે અમૃતસરના ત્રામીણ વિસ્તારના તાર્સિકા પોલીસ સ્ટેશનમાં મુછલ અને તાંગરામાં થયા હતાં.

૩૦ જુલાઈની સાંજે મુછાલમાં વધુ બે લોકો શંકાસ્પદ સંજાેગોમાં મૃત્યુ પામ્યા હતાં. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી મુછલ ગામમાંથી વધુ બે મોત થયા હતા. જ્યારે બતાવા શહેરમાં બે મોત નીપજ્યાં હતાં. આજે ફરી બટાલામાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે. એટલે કે, બટાલામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૭ લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત આજે તરણતારણમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આમ કુલ મળી ૨૧ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ કેસમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તપાસ જલંધરના વિભાગીય કમિશનરને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિભાગીય કમિશનરને તમામ છૂટછાટ આપી છે કે તેઓ કોઈપણ પોલીસ અધિકારી અથવા નિષ્ણાંતની તપાસમાં મદદ લઈ શકે છે. સીએમ અમરિન્દર સિંહે કહ્યું હતું કે તપાસમાં દોષી સાબિત થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.