પંજાબઃ નવજોતસિંહની જગ્યાએ રાણા ગુરજીત મંત્રી બનશે

ચંડીગઢ, કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે સમાધાનના તમામ રસ્તા બંધ થઇ ગયા હોવાનું નજરે પડી રહ્યું છે.કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિધ્ધુના રાજીનામા બાદ કેબિનેટમાં ખાલી થયલ પદને ભરવાની તૈયારી કરી લીધી છે. કપુરથલાના ધારાસભ્ય રાણા ગુરજીત સિંહ એકવાર ફરી કેબિનેટમાં સામેલ થઇ શકે છે. મુખ્યમંત્રીના નજીકના સુત્રોના જણાવ્યા અનુસાર આ ખાલી પદને ભરવાનું એક કારણ વિવિધ ધારાસભ્યો તરફથી બળવાના સુરને અપનાવવાનું પણ છે.
અમરિંદર સિંહની સરકારને માત્ર બે વર્ષ બચ્યા છે આવામાં તમામ ધારાસભ્યોની નજર આ ખાલી પદ પર છે મંત્રી બનવાની દોડમાં વિધાનસભા અધ્યક્ષ રાણા કે પી સિંહ પણ સામેલ છે તે લાંબા સમયથી તેના માટે પ્રયાસ કરી રહ્યાં છે. યુવા નેતા કુલજીત નાગરાની પણ દોડમાં સામેલ હોવાની ચર્ચા છે.તેઓ રાહુલ ગાંધીના નજીકના છે.
નવજોતસિંહ સિધ્ધુએ જુલાઇમાં પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું મેમાં પુરી થયેલ લોકસભ ચુંટણી બાદ કેબિનેટમાં થયેલ ફેરફારથી તે નારાજ હતાં. અમરિંદરે લોકસભા ચુંટણીમાં શહેરી બેઠકો પર હારનું ઠીકરૂ નવજોત સિધ્ધુ પર ફોડતા તેમને સ્થાનિક વિભાગથી હટાવી વિજળી વિભાગમાં મોકલ્યા હતાં પરંતુ સિધ્ધુએ આ વિભાગ સંભાળવાનો ઇન્કાર કર્યો હતો.આથી કોંગ્રેસ હાઇકમાન્ડે તેનાથી અંતર વધાર્યું હતું અને તેમને મહત્વ આપવામાં આવી રહ્યું નથી.