પંજાબઃ મુખ્યમંત્રીએ મંડીઓની મુલાકાત લીધી
પંજાબઃ મુખ્યમંત્રીએ મંડીઓની મુલાકાત અને ત્યાં હાથ ધરવામાં આવતી ખરીદ કામગીરીઓની સમીક્ષા માટે છ IAS અધિકારીઓ નિયુક્ત કર્યા છે. તેઓ 30 એપ્રિલ સુધી તેમનો વિગતવાર અહેવાલ સુપરત કરશે.
તેમને મુખ્યત્વે કર્ફ્યૂ પાસ વ્યવસ્થાના અમલીકરણ, સોંપાયેલી મંડીમાં ઘઉંની ગામ દીઠ આવક, ઘઉંની ગુણવત્તાનું નિરીક્ષણ અને કોવિડ-19 નિયમોનું ચુસ્ત પાલન ચકાસવાની જવાબદારી સોંપવામાં આવી છે.
નાંદેડ ખાતે ફસાયેલા તીર્થયાત્રીઓની સાથે સાથે રાજસ્થાનમાં ફસાયેલા શ્રમિકો અને વિદ્યાર્થીઓ સલામત રીતે પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે ત્યારે પંજાબ સરકારે લૉકડાઉનના કારણે દેશની રાજધાનીમાં આવેલા મંજુકા ટિલા ગુરુદ્વારામાં ફસાયેલા 250 તીર્થયાત્રીઓને સલામત રીતે પંજાબ પહોંચાડવા માટે દિલ્હી સરકારનો સંપર્ક કર્યો હતો.