પંજાબઃ ૧૯ વર્ષના યુવકે તેના મિત્રની હત્યા કરી લાશને ભઠ્ઠીમાં બાળી

નવી દિલ્હી, પંજાબથી એક હ્રદય કંપાવી દેનાર ઘટના સામે આવી છે. જ્યાં એક મિત્રએ પોતાના જ મિત્રને મોતના ઘાટે ઉતાર્યો આટલું જ નહીં તેણે પોતાના મિત્રની લાશ સાથે જે કર્યું તે સાંભળીને કોઇને પણ ચીથરી ચઢી જાય. પંજાબના પટિયાલાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની છે.
આરોપીએ પોતાના જ ખાસ મિત્રની હત્યા કર્યા પછી, તેણે તેના મૃતદેહને તંદૂરમાં સળગાવવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તે તેમાં સફળ ન થયો, ત્યારે લાશના ટુકડા કરી જમીનમાં દાટી દીધા. પંજાબ પોલીસના ડીએસપી રાજેશ કુમાર છિબ્બરે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તેણે પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના જણાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે કરતાર કોલોનીની શેરી નંબર સાતમાં રહેતો દલજીત સિંહ (૧૯) આ ગુનામાં આરોપી છે અને તેણે તેના મિત્ર કાંડા રામ (૧૮)ની હત્યા કરી હતી. વાસ્તવમાં બંને નશાખોરી કરતા હતા અને બંને વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી સારવાર બાદ પરત ફર્યા હતા.
બે દિવસ પહેલા બંને દલજીતના ઘરે બેઠા હતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં દલજીતે તેની હત્યા કરી હતી. આ પછી તેણે ધાબા પર રાખેલા જૂના તંદૂરમાં લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે મૃતદેહને સંપૂર્ણ રીતે બાળી શક્યો ન હતો ત્યારે તેણે લાશના ટુકડા કરી ઘરની નજીક જમીનમાં દાટી દીધા હતા.
પોલીસે જણાવ્યું કે કાંડા રામ ઘરે પરત ન ફર્યા બાદ તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેઓએ તેને છેલ્લે દલજીત સાથે જાેયો હતો.
પોલીસે દલજીતની કડક પૂછપરછ કરી તો તેણે સમગ્ર ઘટના જણાવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દલજીતના ઘરમાં મૃતદેહને બાળવા માટે ઉપયોગમાં લીધેલો તંદૂર મળી આવ્યો છે. જમીન ખોદીને આરોપી પાસેથી મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. કહેવાય છે કે આરોપી દલજીત ઘરે એકલો હતો, તેની માતા બીજા શહેરમાં સરકારી નોકરી કરે છે.SS1MS